દેશવ્યાપી બેંક હડતાલમાં ભાવનગરના કર્મચારીઓ જોડાયા : સુત્રોચ્ચાર કરાયા

918

ત્રણ બેંકોના એકત્રીકરણના સરકારના નિર્ણયના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આદેશથી દેશવ્યાપી રાષ્ટ્રીયકૃત બેંક હડતાલમાં ભાવનગરના કર્મચારીઓ પણ જોડાયા હતા અને બેંક ઓફ બરોડા, ડોન ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજરોજ એક દિવસીય દેશવ્યાપી બેન્ક હડતાલનો આદેશ અપાયેલ. બેન્ક ઉદ્યોગમાં કાર્યરત તમામ સ્તરના નવ વિવિધ સંગઠનોના આ સંયુક્ત એલાનમાં દેશભરના ૯ લાખ બેન્ક કર્મચારીઓ સામેલ થયેલ છે. વર્તમાન સરકાર દ્વારા સપ્ટેમ્બર, ર૦૧૮માં જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો દેના બેન્ક, બેન્ક ઓફ બરોડાના એકત્રીકરણનો નિર્ણય લેવાયેલ છે. જેનો કર્મચારી સંગઠનો તિવ્ર વિરોધ કરી રહ્યાં છે. બેન્કોના એકત્રીકરણનો નિર્ણયથી બેન્કોની નાણાકિય કાર્યક્ષમતા, બેન્કોની શાખાઓ, કર્મચારીઓની સંખ્યા તેમજ પ્રજા સુવિધામાં ઘટાડો થશે.

ભાવનગર શહેર અને જિલ્લાની તમામ જાહેર ક્ષેત્રના ર૧ બેન્કોના તમામ સ્તરના બેન્ક કર્મચારીઓ આજની હડતાલમાં સામેલ થયેલ. આજરોજ વિવિધ બેન્કોના કર્મચારીઓ બહોળી સંખ્યામાં સવારે ૧૧-૦૦ કલાકે, બેન્ક ઓફ બરોડા, ડોન શાખા ખાતે એકત્રિકરણ થયેલ તેમજ સામુહિક સુત્રોચ્ચાર દ્વારા પોતાના વિરોધને વાચા આપેલ.

Previous articleબાઈક ચોરીના ગુનાના આરોપીને ઉમરાળા પોલીસે ઝડપી પાડ્યો
Next articleતિલકનગર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું