વિજ્ઞાનગરી દ્વારા યોજાયો કિચન ગાર્ડન સેમીનાર

752

વિજ્ઞાનનગરી દ્વારાસ્વયંભુ-સ્વ્યંબલંબી-હર્બલગાર્ડન-કિચનગાર્ડન દ્વારા ભાવેણાઓને પ્રકૃતિ તરફ લઇ જવાનો પ્રયાસ, જેમાં ઘર આંગણે-ટેરેસ પર દેશીબિયારણથી શાકભાજી, ફળ, ફુલવાવીએ, દુર્લભ વનસ્પતિઓનો ફેલાવો કરવો, રસાયણિક ખાતર મુક્ત ઓર્ગેનિક શાકભાજી ઉગાડીઆજની પેઢીને વનસ્પતિઓનું મહત્વ તેમજ સંવર્ધનકરતા તૈયાર કરવા માટે સેમિનારનુંઆયોજન ગુરૂવારતા. ૨૭મી ડિસેમ્બરે ગોઠવામાં આવેલ. જેમાં પ્રકૃતિ ની સચોટ વિચારધારા ધરાવતા વડિલ જનાર્દનભાઈ ભટ્ટ ની નર્સરી/કિચનગાર્ડન ની મુલાકાત લઇ ૨૦ જેટલા કિચનગાર્ડન સભ્યોને પ્રકૃતિ તરફ વાળવા માટે ઔંષધિય અને બાગાયત છોડની ઓળખ અને માહિતી મેળવી. સભ્યો એ અહીથી વિવિધ રોપાઓની ખરીદી રાહતદરે કરી અને એકઠી થયેલ રકમને સૈનિક ફંડમા જમા કરાવી. કિશોરભાઈ ભટ્ટ દ્વારા આ નર્સરીના છોડનો પરિચય કરાવી દાદાએ સાચવેલ આપણા અમૂલ્યજૈવ વારસાનો અહેસાસ કરાવ્યો. કિચનગાર્ડનના સભ્ય એવા હરેશભાઈ ત્રિવેદીના ઘરે તૈયાર કરેલ કિચનગાર્ડનની મુલાકાત લીધી, જેમાં તેમને કરેલા કાર્યની સફળતા અને લોકોને આ કાર્ય માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી, સચોટ માર્ગદર્શન આપ્યું. તેમને કિચન ગાર્ડનની મદદથી જ હર્બલ મચ્છર નાશક અગરબતી અને ધૂપ બનાવી આજની પેઢીને કેવી રીતે કેમીકલ યુક્ત ઝેરથી દૂર રાખી સ્વાસ્થ્ય બચાવવા માર્ગદર્શન આપ્યું.

Previous articleરાજુલામાં ભાજપના યુવા જોડો સદશ્યતા અભિયાનને સફળતા
Next articleદામનગરમાં વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન