મીઠાના આગર બંધાવાથી ભાલ પંથકની જમીન બંજર થઈ જશે

1065

ખેતા ખાટલી, કાળાતળાવ અને માઢીયા ગામના સીમાડે ચાલતા મીઠાના પાળા બંધાતા અટકાવવાની માંગણી સાથે આજે અગાઉથી જાહેર કરાયા મુજબ ભાલ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા કરાયા હતા અને મીઠાના આગર બાંધવાથી ભાલ પંથકની જમીન બંજર થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

ભાલ પંથકના રહીશોએ કરેલ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની ફરિયાદ-પીઆઈએલ જે હાલમાં કોર્ટમાં ચુકાદો વિચારાધીન હોય તેમ છતાં ભાવનગર જિલ્લા કલેક્ટરનો હુકમ લઈને કબ્જો લેવા માટે મીઠાના આગર માલિકો આવે છે. ગામના લોકોનો પહેલેથી જ ખૂબ જ વિરોધ હોય અને જે જગ્યા પર હાલ આગર મંજુર થયેલ છે અને હાલ કામ ચાલુ છે તે જગ્યા પરથી ભાલની વેગડ નદીમીઠા પાણીની માલેશ્વરી તેમજ ઘેલો, ઉતાવળી, કાળુભાર આવેલ છે. સાત નદીઓનું પાણી વહેણ ચોમાસા દરમ્યાન આ જગ્યા પરથી પસાર થઈને દરિયામાં જાય છે અને હાલ જે જગ્યા પર આગરનું સ્થળ છે તેમાં વેગડ નદી વહી રહી છે. તેનું વહેણ બંધ કરી દેવામાં આવે છે. એ વહેણની બન્ને બાજુ ખેતીની જમીન જે-તે ખાતેદારની આવેલી છે તે જમીન પર આગર થવાથી બંજર બની જશે સાથે આજુબાજુના વિસ્તારના ફોરેસ્ટ (જંગલો) આવેલ છે જેથી રાષ્ટ્રીય કાળીયાર હરણોનું અભયારણ્યનો ભાગ આવેલ છે તેને પણ ચરણ વિસ્તાર અવરોધ ઉભા થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. ધરણામાં ભાલ પંથકના આગેવાનો જગદિશભાઈ ગોહેલ, સાર્દુલભાઈ ચુડાસમા સહિત જોડાયા હતા.

Previous articleશહેરમાં ઉર્જા બચત રેલી
Next articleબોલીવૂડના દિગ્ગજ અભિનેતા કાદરખાનનું 81 વર્ષની વયે નિધન