લોન આપવાની લાલચે ગ્રામજનો પાસેથી લાખોની ઠગાઈ કરનારને સિહોર પોલીસે જામનગરથી પકડ્યો

1745

સિહોરમાં ફાઈનાન્સની ઓફિસ બનાવી ગામડાના માણસોને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપી એજન્ટો મારફત લાખો રૂપિયાની ઠગાઈ કરી નાસી છુટેલ શખ્સ વિરૂધ્ધ નોંધાવાયેલી ફરિયાદના આધારે સિહોર પોલીસે ઠગાઈ કરનાર અને તેના સાગરિતની જામનગર ખાતેથી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ન્યુઝપેપરમાં ફાઈનાન્સ ઓફિસની જાહેરાત આપી એજન્ટો અને ક્લાર્કની ભરતી કરવાની હોવાનું જણાવેલ તેના આધારે ગોપાલભાઈ બાલાભાઈ રાવનકા રાજપરાવાળા ત્યાં જતા તેનું ઈન્ટરવ્યુ લેવાયા બાદ કમિશન ઉપર તેની એજન્ટ તરીકે નિમણુંક કરેલ અને ગામડાના માણસોને ઓછા વ્યાજદરે લોન અપાવવા માટે ફાઈલો બનાવવાનું કામ સોંપાયું અને ફાઈલ દીઠ રૂા.૩ હજાર લેવાના હતા. જેમાં ગોપાલભાઈએ ૧૮ ફાઈલ બનાવી પ૪ હજાર જમા કરાવ્યા હતા. જ્યારે શાહનવાઝ સલીમભાઈ બેલીમ તળાજા ર૧ ફાઈલ ૬૩૦૦૦, મેહુલ હિંમતભાઈ સોલંકી ૪૦ ફાઈલ ૧.ર૦ લાખ પાલીતાણા, વિજય હિંમતભાઈ રાઠોડ ૪૦ ફાઈલ ૧.ર૦ લાખ મોટી પાણીયાળી, બિપીન ભરતભાઈ સરવૈયા ૩૦ ફાઈલ ૯૦ હજાર તેમજ મહાવિરસિંહ ગોહિલ ર૯ ફાઈલ ૮૭ હજાર મળી કુલ રૂા.પ.૩૪ લાખ કલ્પેશસિંહ પરમાર નામના ઈસમને રોકડા આપ્યા હતા બાદ કલ્પેશસિંહે રૂપિયા લઈને પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ જેની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે ૪૦૬, ૪ર૦ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.

આ બનાવ સંદર્ભે પી.આઈ. સોલંકીએ કોલ ડીટેઈલ મેળવી આરોપીનું લોકેશન મેળવી આરોપીનું લોકેશન મેળવી જામનગર લોકેશન મળતા તુરંત સિહોર પોલીસ ટીમ જામનગર મોકલેલ અને લોકેશનવાળી જગ્યાએ બે ઈસમો ફાઈનાન્સની ઓફિસ ચલાવતા મળી આવેલ. જેના નામ પુછતા હિતેષ ઉર્ફે કલ્પેશસિંહ પરમાર, હીરાલાલ મકવાણા જાતે પ્રજાપતિ રહે.ઝાલોદ તથા મહેશ સુનિયાભાઈ મુનીયા ઝાલોદ જણાવતા બન્નેની ત્રણ મોબાઈલ તથા ૩ર૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તપાસ માટે સિહોર લવાયા હતા. જ્યાં ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ પણ મળી આવેલ. આ કામગીરીમાં પીઆઈ સોલંકી, રાઈટર પદુભા ગોહિલ, જયતુભાઈ દેસાઈ, રાજેન્દ્રસિંહ મોરી, ગૌતમભાઈ રામાનુજ, કુલદિપસિંહ ગોહિલ તથા જગદિશભાઈ સાંગા જોડાયા હતા.

Previous articleલોકવિદ્યાલય વાળુકડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
Next articleઅયપ્પાનાં ભક્તો પર દમન કરનાર સામે પગલાની માંગ