વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

1213

વીર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાવનગર અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા નવાપરા ખાતે પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણમાન્ય હસ્તીઓ, અધિકારીગણની બહોળી હાજરી રહેવા પામી હતી.

૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અન્વયે શહેરના નવાપરા ખાતે આવેલ ટેકનીકલ સ્કુલ પાસે વીર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાવનગર તથા મિડીયા પાર્ટનરના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદના, રક્તદાન કેમ્પ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોજા સમાજના અગ્રણી મુન્નાભાઈ વરતેજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા નવાપરા શાળા નં.૩૦ના બાળકો અને આર્મીના જવાનો દ્વારા ૬૦ મીટર લાંબા તિરંગા સાથેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સર ટી. હોસ્પિટલ બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. આ પ્રસંગે મેયર મનભા મોરી, ડેપ્યુટી મેયર અશોક બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, મહાપાલિકા વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, પી.આઈ. એમ.એ. રાઠોડ, પીએસઆઈ બિલખીયા, અલ્હાઝ હાજી હુસૈનભાઈ સૈયદ, ફારૂકભાઈ ગુંદીગરા, વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈદ્રીશભાઈ સોલંકી, વલીભાઈ એ. સરવૈયા, દિલીપસિંહ ગોહિલ, મુન્તઝીરભાઈ ઘીવાલા, સફવાનઅલી સૈયદ, જીગર માણેક, મહેબુબ મોદન, અબ્બાસ વેલાણી, રજાકભાઈ જુસબભાઈ લૈયા, ડો.આસીફભાઈ પાંચા, રાજેશભાઈ રાઠોડ, સરફરાઝભાઈ ડેરૈયા, જાબીરભાઈ સરવૈયા, સફીભાઈ પરમાર, સફીભાઈ સૈયદ, હારૂનભાઈ સલોત તેમજ ‘લોકસંસાર’ દૈનિકના મેનેજીંગ તંત્રી સાજીદભાઈ સીદાતર સહિતના અગ્રણીઓ ઉપરાંત મોટીસંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા.

Previous articleહાદાનગર પ્રાથમીક શાળામાં શહેર કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી
Next articleઆટકોટની પાસે કાર પલટી ખાતા ૫ના મોત