ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવ્યું

728

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૩ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે પરાજય આપ્યો છે. મેચમાં ભારતીય મહિલા બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા બે ઓવલ મેદાન પર ન્યૂઝીલેન્ડને ૪૪.૨ ઓવરમાં ૧૬૧ રન પર ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતીય ટીમે ૩૫.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૧૬૬ રન બનાવી જીત મેળવી હતી. તે માટે સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ અણનમ ૯૦ અને કેપ્ટન મિતાલી રાજે અણનમ ૬૩ રન ફટકાર્યા હતા. આ સાથે યજમાન ટીમે શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ ભારતીય પુરૂષ ટીમે કીવી ટીમ વિરુદ્ધ ૩-૦ની સરસાઈ મેળવી હતી. ૧૬૨ રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. તેણે બે રન પર પ્રથમ ઝટકો ઓપનર જેમિમા રોડ્રિગેજના રૂપમાં લાગ્યો હતો. તેને પેટરસને કેરના હાથે કેચઆઉટ કરાવી હતી. જેમિમા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ હતી. ટીમના સ્કોરમાં હજુ ૧૩ રન જોડાયા હતા અને તહાહુએ દીપ્તિ શર્મા (૮)ને આઉટ કરી હતી. આ સાથે ટીમે ૧૫ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી.

Previous articleનિતેશ તિવારી કોલેજ જીવનથી પ્રેરિત છીછોરે ઉપનામ!
Next articleરેલવે ટ્રેકથી સિંહોને નુકસાન ન થાય તેવી અદ્યતન ટેક્નોલોજી વાપરો : હાઇકોર્ટ