બાકી વેરા પેટે ૧૬૭ મિલ્કતો સીલ કરાતા બાકીદારો હરકતમાં આવ્યા !

867

ભાવનગર મહાપાલીકા દ્વારા મિલ્કત વેરાના બાકીદારોને વેરો ભરી દેવા વારંવાર તાકીદ કરવા ઉપરાંત મિલ્કત સીલ કરાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હોવા છતા વેરો નહીં ભરનાર ૧૬૭ જેટલી મિલ્કતો સીલ કરવામાં આવતા બાકીદારો હરકતમાં આવ્યા હતા અને મહાપાલિકામાં રજુઆત કરવા દોડી ગયા હતાં. જે પૈકીના ૭૩ જેટલા બાકીદારોએ તુરંત વેરાની રકમ રી દેતા સીલ ખોલી નાખવામાં આવ્યા હતાં. જો કે કરોડોનો વેરો બાકી હોય તેવા આસામીઓ સાથે રહેમ નજર રાખવામાં આવતી હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતાં.

મહાપાલિકા દ્વારા અગાઉથી જાહેરાત કરાયા મુજબ બાકીવેરા પેટે મિલ્કમતો સીલ કરવા માટે કમિશ્નરની સુચનાથી શહેરના તમામ ૧૩ વોર્ડમાં આજે સવારથી ર૬ ટીમો ત્રાટકી હતી અને ૧૬૭ મિલ્કતોને બાકી વેરા પેટે સીલ મારી દેવાયા હતાં. જેના કારણે બાકીદારોમાં રોષ ફેલાયો હતો અને બાકીદારો મહાપાલિકામાં રજુઆત કરવા દોડી આવ્યા હતાં. જો કે ૧૬૭ પૈકી ૭૩ મિલ્કત ધારકોએ પોતાનો બાકી વેરો સીલ માર્યા બાદ ભરી દેતા તેઓની મિલ્કતોના સીલ ખોલી નાખવામાં આવ્યા હતાં.

મહાપાલિકા દ્વારા આવતીકાલે મંગળવારે પણ બાકીદારોની મિલ્કતોની સીલ મારવાની કાર્યવાહી શરૂ રાખવામાં આવનાર છે. ત્યારે આજે મહાપાલિકાની તિજોરીમાં ૧૧ લાખ જેવી રકમની આવક થયેલ જયારે આવતીકાલે પણ બાકી વેરો ભરપાઈ કરવા કતારો લાગશે તેનું વિશ્વસનીય વર્તુળો દ્વારા જણાવાયું હતું. આમ મિલ્કતો સીલ કરતા તુરંત વેરો ભરપાઈ કરવા આસામીઓ આગળ આવ્યા છે.

Previous articleવૈરાગ્ય શતકનું મોરારિબાપુ દ્વારા વિમોચન
Next articleસ્કાઉટ ગાઈડની ૨૮મી રાજ્યરેલીનું સમાપન