તખ્તેશ્વર પાસે થયેલી ઘરફોડ ચોરીનાં આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ

926

શહેરનાં તખ્તેશ્વર મંદિર નજીક બે દિવસ પૂર્વે દિવસ દરમ્યાન થયેલી ઘરફોડ ચોરીનાં આરોપીને નિલમબાગ પોલીસે મોડીરાત્રીનાં ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે લીધો હતો.

નિલમબાગ પો.સ્ટે. ડિ.સ્ટાફનાં માણસો મોડીરાત્રીનાં પેટ્રોલીંગમાં હતા ત્યારે નિલમબાગ સર્કલ પહોચતા વિઠ્ઠલવાડી રોડ પરથી એક શખશ્‌ પુર ઝડપે બાઈક લઈને આવતા તેને શંકાસ્પદ હાલતે ઉભો રાખી પુછપરછ કરતા કરતારસીંગ સાગરસીંગ સરદાર ઉ.વ.૩૦ હોવાનું જણાવેલ તે ચોરીનાં બનાવમાં સીસીટીવી ફુટેજમાં દેખાતા શખ્સ જેવો લાગતા યુક્તિથી પુછપરછ કરતા અને બાઈકની તપાસ કરતા તેમાંથી મોટી સાઈઝનાં પેચીયા મળી આવતા કડક પુછપરછ કરતા તેણે તખ્તેશ્વર નજીક ચોરી કર્યાનો ગુનો કબુલ્યો હતો.

નિલમબાગ પોલીસે તેનાં બાઈક હીરો ડીલક્ષ કી.રૂા.૩૦ હદજાર ગણી કબ્જે લઈ તેમજ ચોરીમાં ગયેલ રોકડ રૂા.૪૧.૪૭૬નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથઈ છે.

આ કામગીરીમાં નિલમબાગ પોસ્ટે.નાં જે.જે. રબારી તથા ડી.સ્ટાફનાં એસ.પી. શાહી, ઘનશ્યામભાઈ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, અનોપસિંહ ગોહિલ, જીગ્નેશભાઈ મારૂ, અનિલ મોરી, રાજેન્દ્રભાઈ આહીર મુકેશભાઈ મહેતા, જયદિપસિંહ ગોહિલ સહિત જોડાયા હતા.

Previous articleનગર પ્રા.શિક્ષણ કમિ.બેઠકમાં વિપક્ષે સહી કરી રામધૂન લઈ ગેરહાજરી બનાવી : ચર્ચાનો મુદ્દો
Next articleમ્યુ.દ્વારા ઘરવેરા પ્રશ્ને લોક દરબાર યોજાશે