કોચ નિમણૂકની પ્રક્રિયામાં દ્રવિડના નામનો ખોટો ઉપયોગ : અમિતાભ ચૌધરી

704

અધિકારીના મતે ભારત એ ટીમના કોચ રાહુલ દ્રવિડ વિક્રમ રાઠોડને ભારત એ અને અન્ડર-૧૯ ટીમ સાથે જોડવા માગતા હતા પરંતુ સીઈઓને સબા કરીમે સંભવિત હિતોના ટકરાવ અંગે જાણ કરી નહોતી. એવી ચર્ચા હતી કે, ક્રિકેટ સંચાલનના ડાયરેક્ટર સબા કરીમે જ સંચાલકોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાયને વિક્રમ રાઠોડના નામની ભલામણ કરી હતી. બીજી તરફથી બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ એક પત્ર લખી આ મુદ્દે આપત્તિ દર્શાવી છે.

આ પત્રમાં ચૌધરીએ કહ્યું કે, લાંબા સમયથી ભારતીય ક્રિકેટ પર અધિકાર જમાવનાર જમીનદાર એકવાર ફરી ભારતીય ક્રિકેટમાં વાપસી કરવા માગે છે અને તેઓ પોતાની રીતે ચલાવવા માગે છે. અમિતાભ ચૌધરીએ કહ્યું કે, મેં મીડિયામાં આવેલી ખબરમાં જોયું કે, વિક્રમ રાઠોડને ઈન્ડિયા એ ટીમના બેટિંગ કોચ બનાવાયા છે. આ જોઈ હું હેરાન થઈ ગયો હતો કારણ કે, મેં આ પદ માટે ક્યારેય કોઈ જાહેરાત જોઈ નહોતી. મારા મતે આ નિયુક્તિ માટે જાહેરાતની પ્રક્રિયાને નજર અંદાજ કરાઈ હતી.

તેઓએ પત્રમાં લખ્યું કે, કોચની નિમણૂકની પ્રક્રિયામાં રાહુલ દ્રવિડના નામનો ખોટો ઉપયોગ કરાયો છે.

રાહુલને ઓળખું છું જેથી હું કહી શકું કે, જો તેણે આ નામ સૂચવ્યું હોત તો તે ક્યારેય ન કહેતા કે, વિક્રમની નિયુક્તિની પ્રક્રિયાનું પાલન થયું નથી. આ ઉપરાંત ભારત પાસે રાહુલ દ્રવિડ જેવો કોચ અહીં ઉપસ્થિત છે તો પછી બીજાની શું જરૂર છે.

Previous articleમુંબઇ ટ્રાફિક પોલીસ દ્વારા સંજય અને બિનિફર કોહલીને સન્માન!
Next articleપાક.ને જોઈએ દ્રવિડ જેવો કોચ, પૂર્વ કેપ્ટન યૂનુસ ખાનને મળી શકે તક