વકીલ ઉપર થયેલા હુમલાનો ભાવનગરનાં ત્રણેય બાર એસો. દ્વારા કરાયેલો વિરોધ

982

ભાવનગર બાર, ક્રિમીનલ બાર તથા મોટર એકસીડન્ટ કલેઈમ્સ બાર એસો.ના સભ્યોની આજરોજ મળેલ ખાસ અસાધારણ સામાન્ય સભા ગઈકાલના યુવા એડવોકેટ મહિપાલસિંહ એન. ગોહિલ અને તેના પરીવારજનો ઉપર થયેલા હિચકારા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ જો આ રીતે વકીલ ઉપર હિચકારા હુમલાઓ થતાં રહે તો આરોપીઓને છુટો દોર મળી જાય અને કાયદાના શાસનને અસર પહોચે અને વકીલ નિર્ભયપણે તેના કેસો ન લડી શકે કે નિર્ભય પણે નિશ્ચિત થઈ વકિલાત ન કરી શકે. તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ વકીલના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા એડવોકેટસ પ્રોટેકશન એક્ટ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે, આ સંજોગોમાં વકીલ મહિપાલસિંહ ગોહિલ અને તેના પરીવારજનો ઉપર થયેલા પ્રામ ઘાતક હુમલાને ગંભીરતાપૂર્વક લઈને હુમલામાં સંડોવાયેલા આરોપીઓને તાકિદે જબ્બે કરી તેઓ વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસતંત્રને અનુરોધ કરેલ.

Previous articleઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ
Next articleવાહન ચોરીના ગુન્હામાં એક ઈસમને પકડી પાડતી ભાવ. લોકલ ક્રાઈમ બ્રાંચ