રાણપુરની શ્રીજી વિદ્યાધામમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

1124

રાણપુર પાસે લિંબડી રોડ ઉપર કરમડ ના પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક માતૃ-પિતૃ વંદના નો કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં ગુરૂકુળ ના તમામ બાળકો ની સાથે તેમના માતા પિતા આવ્યા હતા અને દરેક બાળકો એ તેમના માતા-પિતા નુ પુજન કરી માતા-પિતા ફરતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી બાળકો પોતાના માતા-પિતા ના પુજન કરતા હતા તે દરમ્યાન તમામ બાળકો ના માતા-પિતા આંખો માં આંસુ રોકી શક્યા નોતા આ માતૃ-પિતૃ પુજન માં અબીલ, ગુલાલ, કંકુ, ફુલ વગેરે પુજનીય વસ્તુઓથી બાળકોએ તેમના માતાપિતા નુ ભાવથી પુજન કર્યુ હતુ આ માતૃ-પિતૃ વંદના મહોત્સવ માં વિવિધ પ્રકાર કાર્યક્રમો યોજાયા હતા જેમાં માતા-પિતા નુ પુજન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનુ સંતો ના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પરમ પુજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી એ જણાવ્યુ હતુ કે આ ગુરૂકુળ માં બાળકો ના જીવન ઘડતર ના પાઠ અને શ્રેષ્ઠ શિક્ષણની સાથે સંતો દ્વારા સંસ્કારો નુ પણ સિંચન કરવામાં આવે છે ગુરૂકુળ ના સંતો દ્વારા બાળક ને માતા-પિતા નુ મહત્વ શુ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જ્યારે માતા-પિતા એ બાળક પ્રત્યે કેવા પ્રકાર નુ વર્તન કરવુ તે વિષે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં પુજ્ય ઈશ્વરચરણદાસજી સ્વામી, ગોપાલચરણદાસજી સ્વામી ,કૃષ્ણવલ્લભદાસજી સ્વામી સહીત શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ નો શિક્ષક સ્ટાફ તથા બાળકો ના વાલીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં.

Previous articleએમ.કોમ. સેમ-૧માં રેન્ક મેળવ્યા
Next articleબાબરાના રામપરા ડેમ નજીક કાર અને બાઈકનો અકસ્માત – બેના મોત