ઢસા નજીક ઈકો કાર પુલ પરથી ખાબકી – ૧નું મોત

1917

ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર આવેલ માડવા નજીક વહેલી સવારે ઇકો કાર નો ડ્રાઇવર સ્ટેરીગ ઉપર થી કાબુ ગુમાવતાં સજાર્યો અકસ્માત જેમાં એક નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ અન્ય છ લોકો ને નાની મોટી ઇજા થવાં પામી હતી. ભાવનગર લગ્ન પતાવીને અમરેલી તરફ અવી રહેલ ઇકો નંબર જીજે ૧૪ એકે ૩૯૪૩ ઢસા માંડવા નજીક  ડ્રાઇવર સ્ટેરીગ ઉપર થી કાબુ ગુમાવતાં ઇકો કાર પુલ નીચે ખાબકી હતી જેમાં સોહીલભાઇ નામનાં વ્યક્તિ નુ ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે ભરતભાઈ પ્રવિણભાઇ  ઉ.વ ૩૨,  દિનેશભાઇ તુલસીભાઇ ઉ.વ.૩૦, મિતલ બેન દિનેશભાઇ ઉ.વ.૩૦, ગૌતમભાઇ મનોજભાઈ ઉ.વ.૨૫ સહિત ૯ લોકો ને ઈજા થવાં પામી હતી જેમા ત્રણ લોકો ને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જયાંરે અન્ય ઘાયલો ને  અમરેલી ગઢડા ખાતે ખસેડવામાં આવ્યા હતા.. ઢસા ૧૦૮ ટીમ દામનગર ૧૦૮ ટીમ દ્વારા તમામ ઘાયલો ને  હોસ્પિટલ   ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોની રોકડ રૂપિયા  ૩૦.૦૦૦/-  સહિત મોબાઈલ કીંમતી ચીઝ વસ્તુઓ ઢસા ૧૦૮ ના ડોકટર મહેશભાઈ નાદવા પાયલોટ ભરતભાઈ (શૈલેષભાઈ) ગઢવી દ્વારા ઘાયલો ના સગાં સબંધી ઓ ને પરત કરવામાં આવી હતી ઢસા પોલીસ દ્વારા ધટના સ્થળે પહોચી ડેડ બોડીને પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધું તપાસ હાથ ધરવામાં આવી હતી.

Previous articleઆરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત સત્યનારાયણ ભગવાનનીકથાનું આયોજન
Next articleએસ.પી. જયદિપસિંહ રાઠોડે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો