ક્રિકેટની દુનિયામાંથી પાકિસ્તાનને અલગ પાડી દેવુ જોઈએઃ ચેતન ચૌહાણ

586

ભારતીય ટીમના કેટલાંક પૂર્વ ક્રિકેટરો અને બીસીસીઆઈના અધિકારીઓએ આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સામે યોજાનારી મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ નાપાક પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયમાંથી અલગ પાડી દેવુ જોઈએ.

આઈસીસી સભ્યોને પાકિસ્તાનની સાથે ક્રિકેટ સંબંધોને સમાપ્ત કરવા અને તેમને વિશ્વ કપમાંથી પ્રતિબંધિત કરવા, એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બીસીસીઆઈએ આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આઈસીસી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડની સાથે પોતાના દરેક વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે.

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે કહ્યું હતું, ‘વિશ્વ કપ અને ઓલિમ્પિક પહેલા જ નક્કી કરવામાં આવે છે. આપણે પાકિસ્તાનની સાથે દ્વીપક્ષીય સીરીઝ રમતા નથી. પાકિસ્તાનને વિશ્વ કપમાંથી બહાર કરવુ ખૂબ જ સારી બાબત છે. પાકિસ્તાનમાં ત્રાસવાદ વધવાથી દરેક દેશ ચિંતિત છે. આ બધા માટે એક સમસ્યા છે. પાકિસ્તાનને વિશ્વ કપમાંથી બહારનો રસ્તો બતાવવા માટે આપણે આઈસીસી પર દબાણ કરવુ જોઈએ. જોકે, આ રણનીતિને લાગુ કરવી સરળ રહેશે નહીં.

Previous articleમેકરન કપમાં ભારતના બોકસરોએ જીત્યા ૬ મેડલ
Next articleઆઈપીએલમાં પર્ફોમન્સથી વર્લ્ડ કપની ટીમ પસંદગી પર અસર પડશે નહીંઃ કોહલી