અમે આઇપીએલમાં દખલગીરી કરવા ઇચ્છતા નથી : ડેવ રિચર્ડસ

546

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઇસીસી)એ સ્પષ્ટ કર્યું કે, તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોઇ પ્રકારની દખલગીરી કરવા ઇચ્છતા નથી. આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવ રિચર્ડસને કહ્યું, આઇસીસી ઇચ્છે છે કે બીજા દેશમાં પણ ટી-૨૦ લીગ સારી રીતે થવી જોઇએ. અમે ભાગ્યશાળી છીએ કે ઘણી ટી-૨૦ શાનદાર થઇ રહી છે. આઇપીએલે દરેક લીગ માટે બેંચમાર્ક સ્થાપિત કર્યા છે.

રિચર્ડસને જણાવ્યું, આઇપીએલ એક બેંચમાર્ક સ્થાપિત કર્યા છે, અને અમે આ પદ્ધતિનું અનુસરણ કરવાની સાથે દુનિયાભરમાં ટી-૨૦ લીગના વિસ્તારનો રસ્તો સાફ કરવો જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે અન્ય દેશોમાં આયોજીત થયેલી ટી-૨૦ લીગ પણ વધુ સારી રીતે આયોજીત થાય.ખબરો દ્વારા જાણવા મળ્યું હતું કે, આઇસીસી આઇપીએલમાં દખલગીરી કરવા માંગે છે. પરંતુ આઇસીસીના સીઇઓએ આ વાતને નકારી છે.

આઇસીસી આઇપીએલને સંચાલિત કરવા માંગતુ નથી. આઇસીસી ફક્ત દુનિયાભરમાં રમતની ગરિમાની જાળવી રાખવા માંગે છે.

Previous articleવર્લ્ડ ફેડરેશનનો તમામ સભ્ય રાષ્ટ્ર સંઘોને ભારત સાથે સંબંધ તોડવા આદેશ
Next articleભારત બહાર વર્લ્ડ કપ રમાડવા આઈસીસી સ્વતંત્ર : બીસીસીઆઈ