મીલની ચાલી પાસે રેલ્વે દ્વારા દિવાલ બનાવવાનું કામ શરૂ કરાતા રજુઆત

614

મહાલક્ષ્મી મીલની ચાલી આગળ રેલ્વે દ્વારા રસ્તા ઉપર  દિવાલ બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિક રહિશો દ્વારા નગરસેવકને સાથે રાખીને કમિશ્નર સમક્ષ રજુઆત કરાઈ હતી.

મહાલક્ષ્મી મીલની ચાલી રૂમ નં. ૧ થી ૪૦માં ૧૯૩૩થી મીલ કામદારો વસવાટ કરે છે. આ જાહેર રોડ મહાપાલિકા અને પશ્ચિમ રેલ્વે દ્વારા ડામર રોડનું કામ હાલચાલી રહ્યું છેત ેના આગળના ભાગે મકાન બાંધકામથી ર૦ ફુટનો રસ્તો ચાલીમાં આવવા-જવા માટે મુકવામાં આવેલ છે. તે રહીશોની માલિકીનો છે સીટી સર્વેમાં પણ નોંધ છે અને દસ્તાવેજમાં પણ છે ત્યારે હાલ આ રસ્તા ઉપર રેલ્વે દ્વારા દિવાલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સ્થાનિક રહિશો દ્વારા આજે નગરસેવક રહીમ કુરેશીને સાથે રાખીને મ્યુ. કમિશ્નર સમક્ષ રજુઆત કરી હતી અને કામગીરી બંધ રખાવવા માંગણી કરી હતી.

Previous articleખેડુતવાસ, જુગારધામના મુખ્ય આરોપીઓ ઝડપાયા
Next articleબોટાદ જિલ્લામાં બન્ને રાજકીય પક્ષો સક્રિય : ઢસા ખાતે કોંગ્રેસની બેઠક મળી