મોટી પાણીયાળી કે.વે.શાળામાં બાળકોને સ્વરક્ષણની તાલીમ

731

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વે.શાળા અને પેટાશાળાઓ માંડવડા-૧, માંડવડા-ર, અનિડા (ડેમ) અનિડા (ડેમ) વાડી, લાખાવાડ પ્રા.શાળા ઉપરાંત નાની પાણીયાળી પ્રા.શાળાના મળીને કુલ ૧૧૦૦ બાળકો આકસ્મિક અને મૂશ્કેલ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરી શકે તેવા હેતુથી સ્વ. રક્ષણની બિલકુલ ફ્રી તાલીમ મોટી પાણીયાળી કે.વે.શાળાના આચાર્ય બી.એે.વાળા દ્વારા આપવામાં આવી હતી. જેમાં બાળકો વિવિધ મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિમાં પણ પોતાનો બચાવ કરી શકે તેવા કૌશલ્યોની ટ્રેનિંગ કે.વ.શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા આપવામાં આવી જે બાળકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો ખુબ જ ઉપયોગી બનશે. આ ટ્રેનિંગમાં શાળાઓના આચાર્ય એન સી.આર.સી. જે.કે.ચૌહાણનો સહયોગ મળ્યો હતો.

Previous articleલશ્કરની તાલીમ પુર્ણ કરી આવતા નાની પાણીયાળી ગામના યુવાનોનું સ્વાગત
Next articleચમારડી નજીક બસ અને કારનો અકસ્માત ૧નું મોત, ૮ને ઈજા