ધોની ટીમનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી અસહજ :  બિશનસિંહ

843

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલી વન-ડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની ટિકા થઇ રહી છે. ક્રિકેટના જાણકારો તેની કેપ્ટનશિપને નબળી ગણાવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ વિરાટને ’હાફ કેપ્ટન’ કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો ’અડધો કેપ્ટન’ છે.

બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક રીતે અડધો કેપ્ટન છે.

ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં ૨૬૭ વિકેટ લેનારા બેદીએ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ધોની યુવા ખેલાડી રહ્યો નથી. કેપ્ટનશિપના મોરચે વિરાટને ધોનીનો સાથ જોઇએ. એના વગર તે અસહજ દેખાય છે. આ સારા સંકેત નથી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ઇતિહાસમાં આ પહેલીવાર હતું કે જ્યારે ટીમ ઇન્ડિયાને ૩૫૦ રનના ટાર્ગેટ બાદ પણ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલાં ભારતે ૨૩ વખત સાડા ત્રણ સોથી વધુ રન બનાવ્યા અને જીત પણ મેળવી હતી. જે બાદ મોહાલીમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.

Previous articleડીડીસીએ કોહલી, સેહવાગ અને ગંભીરને સન્માનિત નહીં કરે, શહીદોને આપશે ફંડ
Next articleભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ફાઇટ ટુ ફિનિશ જંગ