PAKvAUS: ફિન્ચની સદી, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ પાકને ૮ વિકેટે આપ્યો પરાજય

688

શારજાહઃ કેપ્ટન એરોન ફિન્ચ (૧૧૬)ની દમદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે રાત્રે અહીં પાંચ મેચોની વનડે સિરીઝના પ્રથમ મેચમાં પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ટીમે હૈરિસ સોહેલના અણનમ ૧૦૧ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરોમાં ૫ વિકેટના નુકસાન પર ૨૮૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ફિંચની સદીની મદદથી ૪૯ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

આ જીત સાથે કાંગારૂ ટીમે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ફિન્ચને શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ૧૩૫ બોલની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી શાન મસૂદ અને મોહમ્મદ અબ્બાસે પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી અને ૩૫ના કુલ યોગ પર ઓપનિંગ બેટ્‌સમેન ઇમામ ઉલ હક (૧૭ રન)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી.

૭૮ રનના કુલ સ્કોર પર શાન મસૂદ (૪૦) પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે હૈરિસ સોહેવ (અણનમ ૧૦૧) અને ઉમર અકમલ (૪૮) વચ્ચે ૯૮ રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન શોએબ મલિક ૧૧ રન બનાવી શક્યો હતો, પરંતુ નિચલા ક્રમમાં ફહીમ અશરફ (૨૮)  અને ઇમામ વસીમ (૨૮ રન અણનમ)ની ઉપયોગની મદદથી પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે બે વિકેટ ઝડપી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી અને પ્રથમ વિકેટ માટે ઉસ્માન ખ્વાજા (૨૪) અને ફિન્ચ વચ્ચે ૬૪ રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે ફિન્ચ અને શોન માર્શ (૯૧ અણનમ) ૧૭૨ રન જોડ્‌યા હતા. ફિન્ચ આઉટ થયા બાદ પીટર હૈંડ્‌સકોમ્બે અણનમ ૩૦ રન બનાવીને પોતાની ટીમની જીત પાક્કી કરી હતી. પાકિસ્તાન તરફથી અબ્બાસ અને અશરફને એક-એક સફળતા મળી હતી.

Previous articleIPL 2019: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો બીજો ઝટકો, મિલ્ને થયો બહાર
Next articleરૂપાલમાં ઘર ઘર ચાલો સંપર્ક અભિયાનનો થયેલ શુભારંભ