સનેસ પાસે વિચિત્ર અકસ્માતમાં પદયાત્રી યુવાનનું મોત : બે ગંભીર

993
bvn312018-8.jpg

માતર તાલુકાના કરીએજ ગામેથી બગદાણા પગપાળા દર્શને આવી રહેલ યાત્રાળુઓના સંઘને અમદાવાદ શોર્ટરૂટ પર ચાલુ ટ્રકે વ્હીલ નિકળી જતા એક પદયાત્રી યુવાન આ વ્હીલની અડફેટે આવી જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના માતર તાલુકાના કરીએજ ગામના ૮૦થી વધુ શ્રધ્ધાુઓ પગપાળા મહુવા તાલુકાના બગદાણા ગુરૂઆશ્રમ ખાતે પૂ.બજરંગદાસબાપાની તીથી અન્વયે દર્શને આવી રહ્યાં હતા તે વેળાએ ભાવનગર-અમદાવાદ ટુકા માર્ગ પર સનેસ ગામ પાસે આ ભાઈઓ-બહેનોનો સંઘ પહોંચયો તે વેળા વડોદરા તરફથી આવી રહેલ ટોરસ ટ્રક નં.જીજે૧૮યુ ૭પ૬૧ના ટ્રકના પાછળના જોટામાંથી એક વ્હીલ અકસ્માતે છુટુ પડી પગપાળા જઈ રહેલ યાત્રાળુઓ સાથે અથડાતા પદયાત્રી યુવાન શૈલેષ ચંદુભાઈ સોલંકી ઠાકોર ઉ.વ.ર૦ને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. જ્યારે મૃતક યુવાન તથા અન્ય ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ સાથે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં મૃતક શૈલેષનું પી.એમ. કરી અન્ય ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. આ અંગે વેળાવદર ભાલ પો.સ્ટે.માં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Previous articleસરકારની નીતિ-રીતિથી નારાજ તબીબો દ્વારા બ્લેક-ડે મનાવાયો
Next articleતરસમીયામાં તંત્રનું ઓપરેશન ડિમોલેશન