ચેન્નાઇ સુપર સતત બીજી મેચ જીતવા માટે ઇચ્છુક

808

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે મંગળવારના દિવસે દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. બંને ટીમો પોત પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી ચુકી છે. એકબાજુ પ્રથમ મેચમાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપરે વિરાટ કોહલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર જીત મેળવી હતી. જ્યારે દિલ્હીએ મુંબઇ ઇન્ડિયન્સ પર જીત મેળવી હતી. બંને ટીમો જીતના સિલસિલાને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આ મેચનુ પ્રસારણ પણ સાંજે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે.  કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચને લઇને દિલ્હીમાં ભારે ઉત્સાહ છે. બંને ટીમો પોતપોતાની મેચ જીતી લીધા બાદ આવતીકાલે બંને ટીમોની કસોટી થશે. એકબાજુ દિલ્હીની ટીમમાં પૃથ્વી શો, શિખર ધવન સરા ફોર્મમાં ચાલી રહ્યા છે. ઋષભ પંત પ્રથમ મેચમાં જ ઝંઝાવતી ૭૮ રન બનાવીને નોટઆઉટ રહ્યા બાદ તેનાથી ચેન્નાઈ સુપરને સાવધાન રહેવું પડશે. દિલ્હી કેપિટલની ટીમમાં બોલિંગમાં પણ સારા ખેલાડીઓ દેખાઈ રહ્યા છે. મુંબઈ સામે ઋષભ પંત અને સાથી ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો હતો. પંતે પહેલી જ મેચમાં ૨૭ બોલમાં ૭૮ રન બનાવ્યા બાદ તેની પાસથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત દિલ્હીની ટીમમાં મેચ વિનર ખેલાડીઓ પણ દેખાઈ રહ્યા છે.

ચેન્નાઈ સુપરે પોતાની પ્રથમ મેચમાં કોહલીની ટીમને હાર આપ્યા બાદ ચેન્નાઈ પણ જીતના સિલસિલાને આગળ વધારવા ઉત્સુક છે. બંને ટીમો નીચે મુજબ છે.

ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

દિલ્હી કેપિટલ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, ઋષભ પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

Previous articleઈન્ડિયા ઓપનના ટાઇટલ પર પી.વી. સિંધુ, શ્રીકાંતની નજર
Next articleસેન્સેકસમાં ૩પ૬ પોઈન્ટનો ઘટાડો