ભાવનગરમાં પ્રથમ દિવસે ર૧ ઉમેદવારી ફોર્મનો ઉપાડ : એકપણ ફોર્મ ભરાયું નહીં

916

આગામી તા. ર૩ એપ્રિલ રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ વિતરણ તથા ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થયો છે. જેમાં ભાવનગર લોકસભા બેઠક માટે આજે પ્રથમ દિવસે વિવિધ પ્રાદેશિક પક્ષો અને અપક્ષો મળી કુલ -૧ર ઉમેદવારોએ ર૧ ફોર્મનો ઉપાડ કર્યો હતો. પરંતુ પ્રથમ દિવસે એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યુ ન હતું.

ર૩ એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે ફોર્મનો ઉપાડ થયો હતો. જેમાં અપક્ષ તરીકે ચંદુભાઈ શામજીભાઈ ડાભીએ બે ફોર્મ, અશોકભાઈ પોપટભાઈ કરમટીયાએ અપક્ષ તરીકે બે ફોર્મ, આંબેકડર ઓફ ઈન્ડીયા પાર્ટીમાંથી નાથાલાલ બચુભાઈ વેગડએ – બે ફોૃમ તેમજ ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ યાદવએ ૧ ફોર્મનો ઉપાડ કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી ભરતભાઈ કાનજીભાઈ સોંદરવાએ બે ફોર્મ, અપક્ષમાંથી હીરાભાઈ કાનજીભાઈ રાઠોડે ૧ ફોર્મ તેમજ એડવોકેટ અનિરૂધ્ધસિંહ હીમરસિંહ ગોહિલએ ૩ ફોર્મનો ઉપાડ કર્યો હતો. આ ઉપરાંત વ્ય્વસ્થાપન પરિવર્તન પાર્ટીમાંથી ધરમશીભાઈ રામજીભાઈ ઢાપાએ ૩ ફોર્મ, જનસંઘર્ષ વીરાટ પાર્ટીમાંથી રામદેવસિંહ ભરતસિંહ ઝાલાએ ૧ ફોર્મ ઉપાડયું હતું.  જયારે મહેશભાઈ પોપટભાઈ કાકડીયાએ અપક્ષ ઉમેદવાર તરીકે ૧ ફોર્મ તેમજ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીમાંથી સંજયભાઈ મગનભાઈ મકવાણાએ ર ફોર્મ અને રમનજીભાઈ જીવરાજભાઈ કંટારિયાએ અપક્ષ તરીકે ૧ ફોર્મનો ઉપાડ કરતા આજે પ્રથમ દિવસે ૧ર ઉમેદવારોએ ર૧ ફોર્મનો ઉપાડ કર્યો હતો. જો કે એકપણે હજુ ફોર્મ ભર્યુ ન હતું.  ભાજપ, કોંગ્રેસ સહિત રાષ્ટ્રીય પક્ષો દ્વારા હજુ આજે પ્રથમ દિવસે ફોર્મનો ઉપાડ કર્યો ન હતો. આમ ભાવનગરમાં આજથી અસલ ચૂંટણીનો માહોલ શરૂ થવા પામ્યો છે.

Previous articleતળાજામાં બે જુગાર ધામ ઉપર આરઆરસેલનાં દરોડા  ૧૭ બાજીગરો ૨.૪૫ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleભાવનગર-બોટાદ સહિત ૧૧ ઘરફોડ ચોરીનો આરોપી સરોડ ગામેથી ઝડપાયો