માધવરત્ન બિલ્ડીંગમાંથી નજર ચુકવી ૧પ લાખના હીરાની ઉઠાંતરી

1252

શહેરના નિર્મળનગર ખાતે આવેલ માધવરત્ન બિલ્ડીંગની ઓફીસમાં માલીકની નજર ચુકવીને બહેરા મુંગાના સ્વાંગમાં ફાળો લેવા આવેલ અજાણ્યો યુવાન રૂા. ૧પ લાખના હીરાનું પેકેટ ઉઠાવી ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાવાતા હીરાના ધંધાર્થીઓમાં ચકચાર મચી જવા પામેલ છે.

બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના શિવઓમનગરમાં રહેતા અને નિર્મળનગર ખાતે માધવરત્ન બિલ્ડીંગના બીજા માળે ૩૩પ નંબરની ઓફીસ ધરાવતા હીરાના ધંધાર્થી કલ્પેશભાઈ પોપટભાઈ વધાસીયા (ઉ.વ.ર૯) જાતે પટેલ  મોડી સાંજના સુમારે ઓફીસમાં હતા તે દરમ્યાન એક અજાણ્યો યુવાન બહેરા- મુંગાના સ્વાંગમાં આવેલ અને ટેબલ ઉપર કાગળો મુકીને ફાળો ઉધરાવવાના ઈસારા કરેલ પરંતુ  કલ્પેશભાઈએ તેના બહાર જવાનું કહેતા અજાણ્યો યુવાન કલ્પેશભાઈની નજર ચુકવીને તે યુવાન ટેબલ ઉપર પડેલ કાગળની સાથે સફેદ કલરનું હિરાનું પેકેટ જેમાં પ્લાસ્‌૭ીક કોથળીમાં એલ.બી. કલર સીંગલના ૩ર પોલીસ તથા ડાયમંડ કટીંગના પ૦૦ કરેટ ઉપરાંત રૂા. ૧પ લાખથી વધુની કિંમતના હીરા ઉઠાવી નાસી ગયેલ. બાદમાં કલ્પેશભાઈ વધાસીયાને ખબર પડતા તેણે તુરંત જ બહાર જઈને જોતા અજાણ્યો યુવાન દેખાય ન હતો. આથી કોમ્પલેક્ષના સીસીટીવી કેમરા ચેક કરતા લોબીના કેમેરા તે દેખાયો હતો આ બનાવ અંગે તેમણે તુરંત નિલમબાગ પો.સ્ટે.માં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવ બનતા સમગ્ર હીરા બજારમાં ચકચાર માચી જવા પામી છે.

Previous articleનવ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનારને આજીવન કેદ
Next articleછૂટાછેડાની અફવાઓ પર પ્રિયંકાએ નિક જોનાસ અને પરિવાર સાથેનો ફોટો શેર કર્યો