એશિયાઇ એરગન ચેમ્પિયનશીપમાં શ્રેયાએ ગોલ્ડ જીતી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

575

ભારતીય શૂટર શ્રેયા અગ્રવાલે એશિયાઇ એરગન ચેમ્પિયનશીપમાં ૧૦ મીટર એર રાઇફલ જુનિયર મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૮ વર્ષની શ્રેયાએ ફાઈનલમાં ૨૫૨.૫ અંક મેળવ્યા હતા જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ગમાં ભારતની મેહુલી ઘોષે ૨૨૮.૩ અંક મેળવી કાંસ્ય પદક પ્રાપ્ત કર્યું છે. જૂનિયર મહિલા ૧૦ મીટર એર રાઇફલનો વર્લ્ડ રેકોર્ડ અત્યાર સુધી ચીનની રુઓઝૂ ઝાઓના નામે હતો. રુઓઝૂએ ગત વર્ષે ૨૨ એપ્રિલે કોરિયામાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૫૨.૪નો સ્કોર કર્યો હતો. શ્રેયા આ સ્પર્ધામાં યશવવર્ધન સાથે મળીને ૧૦ મીટર એર રાઇફલ જુનિયર મિકિસ્ડ ટીમનો ગોલ્ડ મેડલ પહેલાથી જ જીતી ચૂકી છે. આ ઇવેન્ટમાં મેહુલી ઘોષ અને કેવલ પ્રજાપતિની ભારતીય જોડી રજત પદક જીતવામાં સફળ રહી.

કોરિયાની પાર્ક હેજિન ૨૫૦.૬ અંક સાથે રજત પદક પ્રાપ્ત કર્યું છે. આ ઇવેન્ટમાં ભારતના એક અન્ય શૂટર રક્ષણા કવિ ચક્રવર્તીએ ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું પરંતુ તે પદક જીતવામાં નિષ્ફળ રહી હતી. તે માત્ર ૨૦૫.૯ સ્કોર કરી શકી હતી. આ સ્પર્ધામાં ભારતીય નિશાનબાજો અત્યાર સુધી ૧૨ ગોલ્ડ, ૫ રજત અને ૫ કાંસ્ય પદક જીતી ચૂક્યા છે.

Previous articleહવે મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં કંગના ફરી રાજકુમાર સાથે
Next articleઆઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા સતત ત્રીજા વર્ષે ટીમ ઇન્ડિયા પાસે યથાવત