અત્યાર સુધીની સૌથી ખરાબ પીચ કોટલાની હતી : પોન્ટિંગ

538

આઇપીએલની ૨૦૧૯ની ૧૬મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ હાર પછી ટીમના કોચ રિકી પોન્ટિંગે ફિરોઝશાહ કોટલા મેદાનની પીચને લઈને પોતાની નિરાશા જતાવી હતી. તેણે કહ્યું કે, “મને લાગે છે કે આ વિકેટે અમને આશ્ચર્યચકિત કર્યા હતા. મેચ પહેલા ગ્રાઉંડ્‌સમેન સાથે વાત કરીને અમને લાગ્યું હતું કે પીચ સારી હશે, પરંતુ આ અત્યાર સુધીની સૌથી ખરાબ વિકેટ હતી. પીચ બહુ ધીમી હતી અને બોલ બરાબર બાઉન્સ થતો ન હતો.”

આ પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્‌ન મહેન્દ્રસિંહ ધોનીએ પણ બેંગ્લુરુ સામેની પહેલી મેચ પછી પોતાની ઘરેલુ પીચને નિરાશા વ્યક્ત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે, પીચ સુધારવી પડશે નહીં તો અમારે પણ હેરાનગતિનો સામનો કરવો પડશે.

પોન્ટિંગે કહ્યું કે, આ પીચ ઉપર ધીમા બોલર્સને વધુ ફાયદો થાય તેમ હતો. તેવામાં આગામી દિવસોમાં અમારે પીચને ધ્યાનમાં રાખતા ટીમ કોમ્બિનેશન ઉપર ધ્યાન આપવું પડશે.

હૈદરાબાદ પાસે સારા સ્પિનર્સ છે અને તેમના ફાસ્ટર્સે ધીમે બોલિંગ કરીને ફાયદો ઉઠાવ્યો હતો. ૩૮ ઇન્ટરનેશનલ રમી ચૂકેલા ઍલેક્સ કૅરી વિશે ભૂતપૂર્વ સુકાની રિકી પૉન્ટિંગે સૂચવ્યું છે કે ‘આગામી વર્લ્ડ કપ માટેના ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્‌સમૅન તરીકે તેમ જ ભવિષ્યના કૅપ્ટન તરીકે મને તે યોગ્ય લાગે છે. જો ઍરોન ફિન્ચ ઈજા પામે તો કૅરીને કૅપ્ટન બનાવી શકાશે.’

 

Previous articleમુંબઇ સનરાઇઝ સામે ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર
Next articleવિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા, એમેઝોનના બેઝોસે પત્નીને આપ્યા ૨.૫ લાખ કરોડ