મહિલા વનડે ચેલેન્જર ટ્રોફી માટે ટીમની થઈ જાહેરાત

840

નવી દિલ્હીઃ અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ રવિવારે અહીં અન્ડર-૨૩ વુમેન વિડને ચેલેન્જર ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ ૨૦-૨૪ એપ્રિલ સુધી રાંચીમાં રમાશે.ટૂર્નામેન્ટમાં કુલ ત્રણ ટીમો હશે- ઈન્ડિયા રેડ, ઈન્ડિયા ગ્રીન, અને ઈન્ડિયા-બ્લૂ. તમામ ટીમો એક-એક વાર એક-બીજા સામે રમશે. ફાઇનલ મેચ ૨૪ એપ્રિલે રમાશે.તમામ ટીમોમાં ૧૩-૧૩ ખેલાડી છે જે ટાઇટલ જીતવા માટે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. હરલીન દેઓલને ઈન્ડિયા રેડ અને સુશ્રી દિવ્યદર્શનીને ઈન્ડિયા ગ્રીનની કમાન સોંપવામાં આવી છે. દેવિકા વૈદ્ય, ઈન્ડિયા બ્લૂની કેપ્ટન હશે. તમામ મુકાબલામાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્સ (રાંચી)માં રમાશે.

ઈન્ડિયા બ્લૂઃ દેવિકા વૈદ્ય (કેપ્ટન), નુજહત પરવીન, શ્જફાલી વર્મા, સિમરન, તનુશ્રી સરકાર, પ્રતિજ્ઞા રાણા, મન્નૂ મણિ, તનુજા કંવપ, સી. પ્રત્યૂષા, સિમરન દિલ બહાદૂર, કશામા સિંહ, વૃષાલી ભગત અને ઇંદ્રાણી રોય.ઈન્ડિયા ગ્રીનઃ સુશ્રી દિવ્યદર્શની (કેપ્ટન), શિવાલી શિંદે, પ્રિયા પુનિયા, યાસ્તિકા ભાટિયા, આયુષી ગર્ગ, દ્રષ્યા આઈવી, એકતા સિંહ, રાધા યાદવ, રાશી કનૌજિયા, મનાલી દક્ષિણિણી, રેણુકા સિંહ, અક્ષય એ અને એસ અનુષા. ઈન્ડિયા રેડઃ હરલીન દેઓલ (કેપ્ટન), આર. કલ્પના, એસ, મેઘના, ઋૃધિમા અગ્રવાલ, રુજૂ સાહા, તેજલ હસ્બનીસ, સીએચ ઝાંસીલક્ષ્મી, રેણુકા ચૌધરી, તેજસ્વિની દુર્ગાદ, અરૂંધતિ રેડ્ડી, શાંતિ કુમારી, દેવયાની પ્રસાદ અને સુમન મીણા.

Previous articleસરફરાઝની ટિપ્પણી બાદ મોહમ્મદ આમિરની વિશ્વકપ પસંદગી પર આશંકા
Next articleપ્રો કબડ્ડી લીગ : અનૂપ કુમાર બન્યા પુનેરી પલ્ટનના મુખ્ય કોચ