પંજાબ સામે મુંબઇની ટીમ હોટ ફેવરીટ તરીકે ઉતરશે

881

મુંબઇમાં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો હવે મુંબઇ ઇન્ડિયન્સને ખુબ મહેનત કરવી પડશે. તે હાલમાં ખુબ પાછળ છે. તેના કરતા ચાર ટીમો આગળ રહેલી છે. જેથી ઘરઆંગણે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમને વધારે મહેનત કરવાની જરૂર પડશે. મુંબઇની ટીમે હજુ સુધી પાંચ મેચો રમી છે જે પૈકી ત્રણમાં તેની જીત થઇ છે અને બેમાં હાર થઇ છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તેના કરતા વધારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ક્રિસ ગેઇલ હોવાથી તમામની નજર તેના પર કેન્દ્રિત રહેશે. બીજી બાજુ રોહિત શર્મા એક લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. પંડ્યા બંધુઓ પાસેથી પણ સારા દેખાવની આશા છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.  ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. ડિવિલિયર્સ પણ ફ્લોપ રહ્યો છે. બેંગ્લોરમા રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમોના સ્ટાર ખેલાડી જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. મુંબઇમાં મેચ દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પગલા લેવામાં આવ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજોયન

Previous articleહવે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરશે
Next articleદરેક વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં આદર-શિષ્ટાચાર જાળવવો જોઇએઃ રોબર્ટ વાડ્રા