ભાજપના ભારતીબેન શિયાળનો કુંભારવાડા વિસ્તારમાં લોકસંપર્ક

570

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન ધીરૂભાઇ શિયાળ દ્વારા આજે સાંજના સમયે ભાવનગર પશ્ચિત વિધાનસભા વિસ્તારમાં તેમાં ખાસ કરીને કુંભારવાડામાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાં પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ દ્વારા આજે દિવસભર ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પ્રસાર તેમજ લોકસંપર્ક બાદ સાંજના સમયે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં લોકસંપર્ક કરાયો હતો. વડવા-બ અને કુંભારવાડા વોર્ડમાં બાઇક રેલી સાથે થયેલા લોકસંપર્કમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી સહિતની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઠેર ઠેર ઉમેદવાર ભારતીબેન તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સાંજના સમયે વડવા-બ વોર્ડના કાર્યાલયનો પણ નિર્મળનગર ખાતે ઉદ્દઘાટન કરાયું હતું.

Previous articleઆજે રામનવમી : જન્મના ઉત્સવને ઉજવવાની તૈયારી
Next articleકોંગ્રેસના મનહરભાઇ પટેલનો સિહોર પંથકમાં ચૂંટણી પ્રચાર