દામનગરમાં સ્વરોજગારલક્ષી ૨૩૮ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ

580

દામનગર સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય અને ભુરખિયા હનુમાનજી મદિર ટ્રસ્ટ સંકલ્પ હસ્તકલા ના સયુંકત ઉપક્રમે આયોજિત સ્વરોજગાર લક્ષી તાલીમાર્થી ૨૩૮ બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

દીપ પ્રાગટય માનવ મંદીર ના પૂજ્ય ભક્તિરામબાપુ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી કરાયું હતું  હજારો હાથ હુન્નર કૌશલ્ય આપતી વ્યવસ્થા  કર્મના માર્ગે વાળતી સુંદર પ્રવૃત્તિ થી પ્રભાવિત પૂજ્ય ભક્તિરામબાપુ એ કર્તવ્ય નિષ્ઠા એ રાષ્ટ્રધર્મ ગણાવ્યો સ્વામી માર્ગીયસ્મિતજી એ ઉન્નત મસ્તક રોજગારી માટે ની તાલીમ ને મહાન વ્યવસ્થા સાથે સરખાવી હતી  મહિલા પુસ્તકાલય દ્વારા સ્વરોજગાર લક્ષી ૨૩૮ તાલીમાર્થી બહેનો અને મહેંદી નિબંધ સ્પર્ધક બહેનો ને પ્રોત્સાહિત ઇનામો અર્પણ કરાયા હતા  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ગુજરાત પ્રેસિડેન્ટ જયશ્રીબેન બાબરીયા દરેક સમાજ ની હાજરીની નોંધ લેતા સામાજિક સંવાદિતા પ્રગટાવતી કામગીરી ની ખૂબ સરાહના કરી હતી માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના બી એલ રાજપરા શ્રેણિકભાઈ ડગલી અમરશભાઈ નારોલા કલ્પસર સહયોગ સમિતિના વિનુભાઈ માંડવીયા જયેશગિરી સરધાર કલમ નવેશી અશોકભાઈ મણવર પ્રતાપભાઈ વાળા ગોપાલગ્રામ યુનુસભાઈ શેખ ઇતિયાઝભાઈ સયેદ અનુભાઈ ચુડાસમા દિલીપભાઈ ભાતિયા  દેવચંદભાઈ આલગિયા ભુપતભાઈ મેળગીયા મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા લાભુભાઈ સિદ્ધપરા નટુભાઈ આસોદરિયા પ્રકાશભાઈ રાવળ મહેન્દ્રભાઈ પરમાર વિનુભાઈ જયપાલ જીતુભાઇ બલર ચેતનભાઈ મેર સપનાબેન ભાતિયા શિલ્પાબેન પરમાર લીલીબેન ભાતિયા ચંપાબેન ગોદાવરિયા સહિત ઓ ના વરદહસ્તે અર્પણ કરાયા હતા.

Previous articleઢસા સ્વામી ગુરૂકુળમાં ત્રિવિધ મહોત્સવની કરાયેલી ઉજવણી
Next articleબોટાદમાં કોળી તાનાજીસેના દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે