ગાંધીનગરથી ચોરી કરેલા બાઇક સાથે ભાવ.ના શખ્સને એલસીબીએ ઝડપ્યો

1139

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. ભયપાલસિંહ ચુડાસમા તથા રાજેન્દ્રસિંહ સરવૈયાની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે હલુરીયા ચોક થી ક્રેસન્ટ તરફ જતા રોડ ઉપર પુર્ણિમા સ્ટુડીયોની બાજુમા એક ઇસમ કાળા કલરનું પેન્ટ તથા ટીર્શટ પહેરી ઉભો છે. તે ઇસમ પાસેનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું છે. અને ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત આઘારે પંચો સાથે  વોચમાં રહેતા દરમ્યાન બાતમી વાળો ઇસમ મો.સા. સાથે નિકળતા તેને રોકી તેનું નામ સરનામું પુછતા અતુલ ઉર્ફે તોફીક ઇકબાલભાઇ મુલતાણી/ પિંજારારહે.સાંઢીયાવાડ  લીંમડી વાળી સડક મુળ ગામ – બોટાદ હરણકુઇ વાળો હોવાનું જણાવતા તેની  પાસેના મો.સા.સુઝુકી કંપની નું જીક્ષર નંબર પ્લેટ વગરનું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા મો.સા. શકપડતી મિલ્કત ગણી સીઆરપીસી -૧૦૨ મુજબ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને  સીઆરપીસી -૪૧(૧) ડી મુજબ ઘોરણ સર અટકાયત કરી વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે ગાંઘીનગર સેકટર-૨૫ માંથી ત્રણ માસ પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.સ્ટાફનાં પરાક્રમસિંહ બી.ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયાઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ચિંતનભાઇ મકવાણા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleસિનિયર સીટીઝન મહિલા ક્લબ દ્વારા સ્થાપના દિનની ઉજવણી
Next articleપ્રાથમિક સુવિધા નહીં, તો મતદાન નહીં !