સેન્ટ્રલ સોલ્ટનાં ૬૫માં સ્થાપનાદિન નિમિત્તે વિજ્ઞાનદર્શન-રક્તદાન કેમ્પ

610

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા માં ૬૫ માં સ્થાપના દિવસ ની ઉજવણી ની સાથે સાથે વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે જિજ્ઞાસા પ્રોગ્રામ ના અંતર્ગત વિજ્ઞાન દર્શન ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ સેટ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન દર્શન માં કેન્દ્રીય વિદ્યાલય, દક્ષિણા મૂર્તિ, સ્વામિનારાયણ ગુરુકુળ જેવી વિવિધ શાળાઓ માંથી ૯૫ કરતા વધારે વિદ્યાર્થીઓ તથા ૧૦ કરતા વધારે શિક્ષકો એ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ ની શરૂઆત માં ડો. અંકુર ગોયલ એ પ્રેક્ષકો ને સંબોધ્યા. તેમના કહેવા મુજબ વિદ્યાર્થીઓ એ લોકો દ્વારા કહેલી વાતો ને પડકારવી જોઈએ. આમ કરવા થી દરેક વિદ્યાર્થી માં વિજ્ઞાનિક અભિગમ કેળવાશે. તે દરેક વ્યક્તિ કે જેના મન માં જિજ્ઞાસા છે કે કોઈ વસ્તુ એમ જ કેમ કામ કરે છે, એ કામ ને સરળ કેમ કરી શકાય, એ કામ ના કરે તો શું થાય, વગેરે તો તે વ્યક્તિ એક વિજ્ઞાનિક છે. તેમને જુગાડ ટેક્નોલોજી વિષેના ઉદાહરણ દેતા સમજાવ્યું કે લોકો એ પોતાની સરળતા માટે કેવા કેવા નુસ્ખાઓ આજમાવ્યાં અને એમાંથી નવી નવી શોધો બહાર આવી. તેમણે કહ્યું કે રસોડા માં કામ કરતી માતા પણ એક વિજ્ઞાનિક જ છે કે જે નવા નવા પ્રયોગો કરે છે અને છેવટે આપણને સારું ભોજન આપે છે. તેથી જેટલું ગર્વ આપણને મોટા મોટા વિજ્ઞાનીકો માટે ઠહાય એટલું જ ગર્વ આપણને આપણી માતા પાર થવું જોઈએ.

કાર્યક્રમ આગળ વધારતા શ્રી ભૌમિક સુતરીયા એ પીવા ના પાણી ની અછત અને પાણી ના શુદ્ધિકરણ વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું કે કેવી રીતે આજે પાણી ની કટોકટી સર્જાઈ રહી છે. પાણી નો ઉપયોગ કરકસરતા થી કરવો જોઈએ નો મેસેજ આપતા તેમને પાણી ની ઉપલબ્ધતા વધારવાના નુસ્ખાઓ સુજાવ્યા. અત્યાર ના યુગ માં પાણી ના શુદ્ધિકરણ માટે જાણીતી ટેક્નોલોજીઓ બતાવી અને રિવર્સ ઓસ્મોસિસ નું મહત્વ સમજાવ્યું. કોઈ પણ ટેક્નોલોજી પરફેક્ટ ના હોવાથી રિવર્સ ઓસ્મોસિસ ના પણ અમુક લિમિટેશન્સ છે એ જણાવતા એમને અમુક જાણીતા નુસખા બતાવ્યા અને ચર્ચા ના અંતે રિજેક્ટ વોટર ને કઈ રીતે મેનેજ કરવું એ વિચારવા વિદ્યાર્થીઓ ને મજબુર કર્યા. કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થીઓ લેબોરેટરી ની મુલાકાત માટે ગયા અને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ ની કામગીરી વિષે ની માહિતી મેળવી. હાય રેસોલુશન મીક્રોસકોપી જેવી ટેક્નોલોજી સાથે સાથે એમણે મોટી ક્ષમતા ના આરો પ્લાન્ટ્‌સ ને ચાલતા જોયા અને સેન્ટ્રલ સોલ્ટ ના સૌર ઉર્જા પાર થતા કર્યો પર પણ નજર કરી. ભાવનગર ની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા વિજ્ઞાન જાગૃતિ માટે હંમેશા તત્પર છે અને વિદ્યાર્થીઓ માટે આવા વિભિન્ન કાર્યક્રમો યોજાતી રહે છે. આજના દિવસે સેન્ટ્રલ સોલ્ટ અને ભાવનગર બ્લડ બેન્કે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમા સેન્ટ્રલ સોલ્ટ ના વિધાથીૅઓ અને કરમચારી ઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામા આવ્યું હતું, જેમા કુલ ૪૩ બોટલ બ્લડ એકઠુ થયુ, આ બ્લડ નૉ ઉપયોગ જે બાળકો થેલેસેમીયા નામના જાન લેવા રોગથી પીડાય છે તેની સેવામાં લેવામાં આવશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleફોટોગ્રાફર પ્રિયાબા જાડેજાએ આ.રા. ફોટો પ્રદર્શનમાં ભાગ લીધો