ટેમ્પલબેલનાં ઝીંકાયેલા વેરાનાં વિરોધમાં સીપીએમ આવતીકાલે જાહેરસભા ગજવશે

738

ભાવનગર મહાપાલિકાનાં ભાજપ સત્તાધિશો દ્વારા ઘરવેરાનાં ૬૦ ટકા સફાઇવેરો ઉઘરાવાતો હોવા છતાં, સામાન્ય ઝુંપડાવાળા, ૨૫ વાર, નાના મકાનો ઉપર વાર્ષિક રૂા.૨૪૦/- અને વેપારીઓ ઉપર રૂા.૬૪૦/- નો કચરો ઉપાડતા ટેમ્પલબેલ નો વેરા ઝીંકી દીધો છે. કચરા ઉપાડવાની ગાડી ઉપર વિના મૂલ્યે કચરો ઉપાડવાની ગાડી લખેલ હોવાં છતાં ઝુલ્મી વેરો લાદી દીધેલ છે. ભાજપ સત્તા ઉપર આવ્યા પહેલા સફાઇ વેરો વાર્ષિક ઓછામાં ઓછો રૂા.૨૪ હતો. અત્યારે ઓછામાં ઓછો વાર્ષિક વેરો રૂા.૨૪૦ છે. નવા વેરાનો તમામ વેપારીઓ તથા જનતાએ જબ્બર વિરોધ કરેલ છે. સીપીએમ દ્વારા આ ગેરકાયદેસર વેરા સામે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરેલ છે. જનતાનાં વિરોધને વાચા આપવા અને વર્તમાન લોકસભા ચૂંટણી સંદર્ભે સીપીએમની ભૂમિકા રજુ કરવા દેશ, રાજ્ય તથા જિલ્લાની રાજકીય સ્થિતિ અંગે સીપીએમની ભૂમિકા રજુ કરવા તા.૨૦મી શનિવારે સાંજે ૫-૩૦ વાગે ઘોઘાગેઇટ ચોક ખાતે જાહેર સભા યોજાશે.

જાહેર સભાને સીપીએમના તેજાબી વક્તા અરૂણ મહેતા, નલીની જાડેજા, અશોક સોમપુરા સહિતના આગેવાનો સંબોધશે.

Previous articleમોટી પાણીયાળી કે.વ.શાળાની ત્રણ દિકરીઓ સ્પોટ્‌ર્સ સ્કૂલમાં પસંદ થઇ
Next articleહોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરાયું