વર્લ્ડકપ માટે અફગાનિસ્તાને ટીમ જાહેર કરી, હસન અને અસગરને મળ્યું સ્થાન

635

ફાસ્ટ બોલર હામિસ હસન અને પૂર્વ કેપ્ટન અસગર અફગાનને વિશ્વ કપ માટે સોમવારે જાહેર થયેલી અફગાનિસ્તાન ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં આઈપીએલમાં રમી રહેલા રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ પણ સામેલ છે. ગુલબદીન નૈબની આગેવાની વાળી આ ટીમમાં મોહમ્મદ શહઝાદ અને સ્પિનર મુઝીબ ઉર રહમાનને પણ જગ્યા આપવામાં આવી છે.

અફગાનને ગત દિવસોમાં તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવી દેવાયો હતો. હસનની ત્રણ વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે પરંતુ તેની ફિટનેસ હજુ પણ ચિંતાનો વિષય છે. ૩૧ વર્ષના અફગાનિસ્તાનના આ બોલરે ૩૨ એકદિવસીયમાં ૫૬ વિકેટ ઝડપી છે. મુખ્ય પસંદગીકાર દૌલત ખાન અહમદજઈએ કહ્યું, વરિષ્ઠ બોલર હામિદ હસનની ટીમમાં વાપસી અમારા માટે સારા સમાચાર છે. પરંતુ અમે આગામી પ્રેક્ટિસ મેચોમાં તેનું ફોર્મ અને ફિટનેસનો અભ્યાસ કરીશું. ઇકરમ અલીખિલ, કરીમ જન્નત અને સૈયદ શિરજાદને રિઝર્વ ખેલાડીઓ તરીકે રાખવામાં આવ્યા છે.

ટીમઃ ગુલબદિન નૈબ (કેપ્ટન), નૂલ અલી જાદરાન, હજરતુલ્લાહ જજાઈ, રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લાહ શાહિદી, નજિબુલ્લાહ જદરાન, સૈમુલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન, આફતાબ આલમ, હામિદ હસન અને મુઝીબ ઉર રહમાન.

Previous articleચેન્નાઇ- હૈદરાબાદની વચ્ચે સૌથી રોમાંચક જંગ ખેલાશે
Next articleક્રૂડ ઓઇલના ભાવ ત્રણ ટકા વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થશે