બુધેલ ભાગવત કથામાં શહીદ જવાનની યાદમાં રક્તદાન કેમ્પ

572

બુધેલ મુકામે શ્રીમદ્‌ ભાગવત કથા દરમિયાન આમીૅનાં વિર જવાન શહીદ દિલીપસિંહ ગોહિલની યાદમાં “દેશપ્રેમ ગૃપ” દ્વારા “રક્તદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ. ભાવનગર બ્લડ બેંક, સરદાર નગર માં થેલેસિમિયાં ગ્રસ્ત નાનાં બાળકોને ૩૨ લોહીની બોટલ ચડાવવામાં આવેલ. અને હજું વધારે બ્લડની જરૂર હોવાથી “દેશપ્રેમ ગૃપ” દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. અને આ આયોજનને સફળ બનાવવામાં “દેશપ્રેમ ગૃપ” નાં અધ્યક્ષઃ- ગિરિરાજસિંહ.જી.ગોહિલ અને ધવલ દવે તેમજ કપિલ નાથાણી એ ભારે જહેમત ઉઠાવી હતી. “રક્તદાન એજ મહાદાન” છે એવા હેતુંથી લોકોને જાગૃત કરવામાં આવેલ.  આ કાયૅમાં “ભાવનગર બ્લડ બેંક” અને “દેશપ્રેમ ગૃપ” સાથે મળીને આ કાયૅને સફળ બનાવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા-જાફરાબાદ-ખાંભામાં શાંતિપૂર્ણ ૫૬.૯૯ ટકા મતદાન