ચેન્નાઈ સુપર સામે મુંબઈ ઇન્ડિયન્સ ટીમની પરીક્ષા

643

મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે આવતીકાલે ચેન્નાઇમાં જંગ ખેલાનાર છે. આઇપીએલ-૧૨માં ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે પોતાની ૧૧ મેચો પૈકી આઠમાં જીત મેળવી ચુકી છે. તેના ૧૬ પોઇન્ટ છે અને તે પ્રથમ સ્થાન પર છે. આવી જ રીત દિલ્હી ૧૪ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે.

મુંબઇની ટીમ હાલમાં ૧૦ મેચોમાં છ જીત સાથે ત્રીજા સ્થાને છે. તેના ૧૨ પોઇન્ટ છે. આવી સ્થિતીમાં તેને પોતાની સ્થિતી મજબુત કરવાની તક છે. ચેન્નાઇમાં ધોનીની ટીમ ફવરીટ તરીકે મદાનમાં ઉતરનાર છે.ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લીધે આ ટીમે શાનદાર દેખાવ કરીને તમામનુ ધ્યાન ખેંચ્યું છે. ટીમમાં અનેક ધરખમ ખેલાડીઓ છે જેમાં હરભજનસિંહ, ઇમરાન તાહિર, શેન વોટસનનો સમાવેશ થાય છે. બ્રાવો પણ જોરદાર ઓલરાઉન્ડર તરીકે ઉભર્યો છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા ઉપર પર નજર રહેશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરાશે. મુંબઈની ટીમમાં માલિંગો ઉપર મુખ્ય આધાર બોલિંગમાં રહેલો છે પરંતુ પંડ્યા બંધુઓ પણ સારી બોલિંગ કરતા રહ્યા છે. બુમરાહ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. જો કે, ચેન્નાઈ સુપરની ટીમ આવતીકાલેની મેચમાં પણ હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇમાં રોમાંચક જંગ ખેલાશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલમાં સૌથી ઉપર છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે. ડેવિડ વોર્નર અને બેરશોએ છેલ્લી મેચમાં તોફાની સદી કરી હતી. આવતીકાલની મેચને  લઇને તમામ તૈયારી કરવામાં આવી છે. બંને ટીમો નીચે મુજબ છે.

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ

ચેન્નાઈ સુપર કિંગ્સ : એમએસ ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

Previous articleભારતે નંબર વન બનવા વિશ્વ કપ જીતવો જોઇએઃ દ્રવિડ
Next articleવર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર આંદ્રેની વાપસી, પોલાર્ડ- નરેન આઉટ