ઘોઘા પ્રાથમિક આ.કેન્દ્ર દ્વારા વિશ્વ મેેલેરિયા દિવસ ઉજવાયો

530

આજરોજ તાલુકા હેલ્થ ઓફીસ ઘોઘા તથા પ્રા.આ.કે. મોેરચંદ દ્વારા કુડા સબ સેન્ટર ઉપર વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણી કરવામાં આવેલ જેના મેલેરિયા અંતર્ગત મહિલા પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ વિઝીટર મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર, હેલ્થ વીનીટર તથા એમ.પી.એચ.ડબલ્યુ. કુડા, એફ.એચ.ડબલ્યુ, કુડા  આશા બહેનો  આશા ફેસીલીટર બહેનો , આંગણવાડી વર્કર તથા ગ્રામ્ય આગેવાનો શિબિરમાં હાજર રહેલ તથા જુદા જુદા વ્યક્તાઓ દ્વારા મેલેરિયા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અને આવતા ચોમાસામાં મેલેરિયા રોગથી બચવાના ઉપાયો વિશે સવિસ્તૃત સમજણ આપવામાં આવેલ. સગર્ભા તથા નાના બાળકો, વૃદ્ધો માટે દેવાવાળી મચ્છરદાની મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય તે અંગે ભાર મુકવામાં આવેલ.

Previous articleગારિયાધાર વિદ્યાસંક્લમાં મહાત્મા ગાંધીનાં જીવન આધારિત ભારત ભાાગ્ય વિધાતા નાટ્ય પ્રસ્તુતિ
Next articleગારિયાધારમાં ચકલીના માળાનું વિતરણ