સનરાઈઝ-કિંગ્સ ઇલેવન વચ્ચે આજે જંગ થશે

648

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે સોમવારના દિવસે સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલ ચોથા સ્થાન ઉપર છે. સનરાઈઝે ૧૧ મેચો પૈકી પાંચમાં જીત અને છમાં હારનો સામનો કર્યો છે. તેના ૧૦ પોઇન્ટ છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવને પણ ૧૧ મેચો પૈકી ૫માં જીત અને છમાં હારનો સામનો કર્યો છે તેના પણ ૧૦ પોઇન્ટ છે. આવી સ્થિતિમાં બંને ટીમો એકબીજાને પછડાટ આપવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. તેની પાસેથી પણ વધારે સારા દેખાવની અપેક્ષા છે.  બંને ટીમો નીચે મુજબ છે.

સનરાઈઝ હૈદરાબાદ : અભિષેક શર્મા, બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજોયન

Previous articleમુંબઇ ઇન્ડિયન્સ પાસેથી કોઇ આર્થિક લાભ નથી લીધાઃ તેંડુલકર
Next articleસોફ્ટવેયર શટડાઉનની અસર વચ્ચે ૧૩૭ ફ્લાઇટો લેટ થઇ