ભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : વિજેન્દ્ર  સિંહ

646

કોંગ્રેસની દક્ષિણી દિલ્હીની બેઠકના ઉમેદવાર બોક્સર વિજેન્દ્ર સિંહે વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરી છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાનની વાતો સપનાઓની દુનિયા જેવી લાગે છે. ભાષણ આપવામાં અને પોતે કહેલી વાતો પર અમલ કરવામાં ઘણો મોટો ફરક હોય છે. મોદીની ભાષણ આપવાની રીત ખૂબ જ સરસ છે પરંતુ દેશની સમસ્યાઓ ફક્ત તેમના ભાષણોથી દૂર થઈ શકે નહીં.

વિજેન્દ્ર સિંહે પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ હવે ફક્ત ફિલ્મી સ્ટાર્સની પાર્ટી બનીને રહી ગઈ છે. જ્યારે કોંગ્રેસ એ યુવાઓની પાર્ટી છે. જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને મને ખેલ મંત્રી બનાવવામાં આવશે તો હું યુવાન ખેલાડીઓને મળનારી સુવિધાઓ વિકસાવવાનું કામ કરીશ. આજે પણ આપણા ખેલાડીઓને વિશ્વસ્તરની સુવિધાઓ મળતી નથી અને તેની અસર તેમના પ્રદર્શન પર પડે છે.

યુવાઓને રાજકારણમાં આવવાની ઈચ્છા વિશે પણ વિજેન્દ્ર સિંહે વાત કરી. તેમણે કહ્યું કે, આજે રાજકારણમાં યુવાનોની જરૂર છે. યુવાનો રાજકારણમાં નહીં આવે તો તેમની અંદરની ગંદકી કોણ સાફ કરશે? યુવાનોએ રાજકારણમાં રસ લેવો જોઈએ.

Previous articleબાટલા હાઉસ ફિલ્મમાં કામ કરવા જોન આખરે માન્યો છે
Next articleહાર્દિક પંડ્યાની ફટકાબાજીથી ડરી ગયો હતો : દિનેશ કાર્તિક