ભુરખીયા હનુમાનજી મંદરે મહારક્તદાન શિબિર યોજાઇ

767

લાઠી તાલુકા ના સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ચેરીટેબલ દ્વારા ચેત્રમાસ સમાપન પ્રસંગે મહારક્તદાન શિબિર યોજાઇ ગઇ.

બાંભણીયા બ્લડ બેંક ભાવનગર ના સૌજન્ય થી શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ ના આશીર્વચન થી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં મહારક્ત શિબિર માં ઉદ્ધાટન પ્રારંભે જ ૫૧ બોટલ રક્તદાન માટે દર્શનાર્થીઓ એ કતારો લગાવી હતી.

૨૫૧ ના લક્ષ સાથે શરૂ થયેલ મહારક્તદાન શિબિર માં ચેત્રમાસ સમાપન પ્રસંગે આવતા પદયાત્રી ઓ એ રકતદાન માટે કતારો લગાવી હતી  ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાયેલ મહારક્તદાન શિબિર માં બાંભણીયા બ્લડ બેંક દ્વારા રક્તદાતા ઓ ને ત્રણ ખાના નું ટિફિન બોક્ષ સ્મૃતિ ભેટ અર્પણ કરાય  આ સેવાયજ્ઞ માં હદયસ્પર્શી સૂત્રો  માનવ રક્ત નો બીજો કોઈ વિકલ્પ નથી માનવ શરીર માં ધબકતું રક્ત માં નાત જાત ભાષા ધર્મ સંસ્કૃતિ ના કશા ભેદ નથી સ્વૈચ્છિક રક્તદાન કરી મનીવીય ફરજ અદા કરતા દર્શનાર્થીઓ સાંજે ૭-૩૦ કલાક સુધી રક્તદાતા ઓ નો અવરીત પ્રવાહ શરૂ રહ્યો હતો.

Previous articleસંતોકબા મેડિકલ સેન્ટરનું મોબાઇલ વાન લાઠીના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ
Next articleરાજુલા જાફરાબાદમાં પાણીની અછતના મામલે પ્રભારી મંત્રી સાથે બેઠક યોજાઈ