ઈજાગ્રસ્ત કેદાર જાધવ IPLથી બહાર

659

ઈજાનો સિલસિલો કેદાર જાધવનું પીછો છોડવાનું નામ લઈ રહ્યો નથી. ગત વર્ષે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે આખી સિઝન બહાર રહેનાર આ બેટ્‌સમેનને હવે ખભાની ઈજા થઈ છે. જાધવની ઈજાને લઈને તે માટે પણ વધુ ચિંતા છે કારણ કે તે ભારતની વિશ્વ કપની ટીમનો મુખ્ય સભ્ય છે. જાધવ રવિવારે આઈપીએલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપર કિંગ્સ માટે રમતા કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

જાધવ ઈજાને કારણે બહાર ચાલ્યો ગયો હતો પરંતુ આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેની ઈજા વધુ ગંભીર નથી અને તે આગામી બે સપ્તાહની અંદગ ઠીક થઈ જશે. વિશ્વ કપની શરૂઆત ૩૦ મેથી થઈ રહી છે, જ્યારે ભારતે પોતાની પ્રથમ મેચ ૬ જૂનથી રમવાની છે, પરંતુ જાધવ માટે આઈપીએલની આગામી મેચ રમવાની શક્યા નથી.

સૂત્રોએ જણાવ્યું, તે પ્લેઓફ રમશે નહીં કારણ કે જ્યારે ટીમ વિશ્વ કપ માટે જશે ત્યાં સુધી તેનું ફિટ થવું જરૂરી છે. રવિવારે મેચ બાદ ચેન્નઈના કોચ ફ્લેમિંગે કહ્યું હતું કેસ જાધવનું ધ્યાન હવે વિશ્વ કપ તરફ છે કારણ કે તે હવે આઈપીએલના બાકીના મેચોમાં રમશે નહીં.  ફ્લેમિંગે કહ્યું, જાધવનો એક્સ-રે અને સ્કેન થયો છે. અમને તે જલ્દી સ્વસ્થ થાય તેવી આશા છે. મને નથી લાગતું કે, હવે તેને લીગની બાકીની મેચોમાં રમતો જોઈ શકીશ. તેથી હવે તેનું ધ્યાન વિશ્વ કપ તરફ છે.

Previous articleટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વનો : રોહિ
Next articleમહેન્દ્રસિંઘ ધોનીએ રાચીમાં ફેમીલી સાથે મતદાન કર્યુ