દામનગર ન.પા.પૂર્વ પ્રમુખની ગેરરિતી અંગે શહેરીજનો દ્વારા આવેદન પાઠવાયું

560

દામનગરમાં ૬૦ લાખ ના ખર્ચે નાળા ની દરખાસ્ત કરી  ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય તે શહેરી વિસ્તાર માં નહિ પણ પૂર્વ પ્રમુખ ની વાડી એ જતો રસ્તો સરકારી ખર્ચે બનાવવા અધીરા બનેલ પૂર્વ પ્રમુખ સાથે સ્થાનિક રહીશો એ રોષ ભેર આવેદન પત્ર પાઠવી પૂર્વ પ્રમુખ ના વિવિધ કૌભાંડો અંગે તપાસ માંગી છે.

દરખાસ્ત કે ગ્રાન્ટ માંગ્યા  વગર  હીરા બજાર જ્યુબિલી ધર્મશાળા થી જનતા ટોકીઝ તરફ જતા માર્ગ ને પેવર બ્લોક માટે ખોદી નાખ્યા એ એક માસ કરતા વધુ સમય થી પડ્યો છે  શહેરી વિકાસ વિભાગ ના નિયામક ને જાણ માં આવતા ખુલાસો માગ્યો ગ્રાન્ટ માંગ્યા કે દરખાસ્ત વગર એડવાન્સ પેવર બ્લોક ના બિલ ચૂકવવા અધીરા બનેલ પૂર્વ પ્રમુખે બગીચા બન્યા વગર પોણો કરોડ ચૂકવી દેતા તેની તપાસ શરૂ છે ત્યાં રેવન્યુ માં પોતા ની વાડી એ જવા ૬૦ લાખ ના  સરકારી ખર્ચે નાળુ બનાવવા બજરંગનગર ના રહીશો ને દબાણ ના બહાના હેઠળ નોટિસ આપતા ભાંડો ફૂટ્યો હતો.

નગર પાલિકા ના પૂર્વ પ્રમુખે પોણો કરોડ ના બગીચા માં માત્ર ત્રણ લાખ જેવી રકમ વાપરી ૨૨ લાખ ની માટી પુરાણ ના ચૂકવ્યા એ ૨૨ લાખ ની માટી ક્યાં  સર્વે નંબર ની જમીન માંથી લવાય હતી ? માટી પુરાણ ના નામે ૨૨ લાખ અને બ્યુટીફીકેશન માટે શહેરી વિકાળ વિભાગ ની ૪૯ લાખ ની રકમ ક્યાં વાપરી તેની તંત્ર દ્વારા હાલ તપાસ શરૂ છે

પૂર્વ પ્રમુખે નગર પાલિકા અધિનિયમ ની જોગવાઈ ને અનુસર્યા વગર દરખાસ્ત ભરતી મંજૂરી નાણાં વિભાગ માં મહેકમ મંજુર કરાવ્યા સીધી જ પોતા ના હિત માં કામ થઈ શકે તે માટે માસિક ૬૦ હજાર ની માસિક મહેકમ થી નગરપાલિકા નિયામક કે શહેરી વિકાસ વિભાગ ની ગાઈડ લાઇન્સ વગર પગાર ચૂકવ્યો તે માટે કોણ જવાદદાર ? આવી અનેકો બાબતો ની આવેદન પત્ર માં તપાસ માંગી છે.

Previous articleભેરાઇ રોડ નજીક બે બાઇકનાં અકસ્માતમાં યુવાનનું મોત
Next articleરાજુલામાં ભૂગર્ભ ગટરના ૪૦ કરોડ પાણીમાં જતા લોકોમાં ભભૂકતો રોષ