સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવાયો

656

સમસ્ત બ્રહ્મસમાજ સણોસરા અને આજુબાજુના વન દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે સણોસરા ગામ માં રાજુભાઈ જાનીના ગઢથી શોભાયાત્રાને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી ગૌતમભાઈ અને સાથીઓ દ્વારા શોભાયાત્રાની પ્રસ્થાન કરાવવામાં આવેલ. જેમાં પરશુરામ અને હનુમાનજીએ સમગ્ર યાત્રા ના મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું આગળ રજવાડી ઠાઠ માં ઘોડા ચાલી રહ્યા હતા અને ડીજે જેમાં ભગવાન પરશુરામના ગુણગાન ગવાતા શોભાયાત્રા ગામમાં રાજુભાઇ જાની ના ઘરેથી નીકળી મોટા ફળિયા અને ખીચડી વાળા ચોકથી દરબારગઢ થઈને ગામના ચોરે પહોંચી હતી. ત્યાંથી યાત્રા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ ગારીયાધાર રોડ પર ચડી હતી અને રામાપીરના મંદિર પાસે દાંડિયારાસ અને હનુમાનજીના કરતા તથા તલવાર બાજી થઈ હતી ત્યાંથી યાત્રા આગળ વધી લોકભારતી રોડ પર સુરેશભાઈ દવે ના ઘર પાસે પહોંચી હતી. ત્યાંથી શોભાયાત્રા વાવડી રોડ પર પહોંચી હતી અને દાનેવ આશ્રમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ યાત્રા ગાયત્રી ગ્રામ પહોંચીને શોભાયાત્રામાં સભામાં ફેરવાઇ હતી જેમાં પ્રસંગોચિત પૂજ્ય બાપુ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ ગૌતમભાઈ સુરેશ મુકેશભાઈ પંડિત સમાજના પ્રમુખ દીપકભાઈ મુકેશભાઈ પંડિત રાજુભાઇ જાની સણોસરા બ્રહ્મ સમાજના પ્રમુખ વડદાદા વગેરે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું  ત્યારબાદ પરશુરામના અને ડાયરાનું આયોજન થયું હતું જેમાં પ્રખ્યાત ભજનિક રાજુભાઈ પંડ્‌યા ઉગતા સીતારામ ભાઈ અને મને સાહિત્યકાર તરીકે કલ્પેશભાઈ જોશી અને સાજી તરફથી ઉઠતાં મહાવીર ભાઈ રામાનુજે જમાવટ કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા રાજુભાઈ પિયુષભાઈ દર્શનભાઈ અલ્પેશભાઈ વિપુલભાઈ જીતુભાઈ દિનેશભાઈ ત્રિલોકભાઈ રોહિતભાઈ રાજુભાઈ લોકભારતી ભાસ્કરભાઈ નીરજભાઈ અક્ષય ભાઈ વિશાલભાઈ આશિષભાઈ ભાવેશકુમાર હિરેનભાઈ અને ઘનશ્યામભાઈ વગેરે ભૂદેવોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Previous articleલોકોને પાણી, પશુઓને ઘાસચારાની માંગ સાથે સિહોર કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું.
Next articleજલસેવા ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનાં નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારોહ