એ ફરી નહીં જ આવે….

841

કંગાલ હોય કે કુબેર, મજૂર હોય કે મહાજન, બાળક હોય કે વડીલ. દુનિયાની દરેક વ્યક્તિને ભગવાન તરફથી એક વસ્તુ સરખી જ મળે છે. તે છે સમય! આપણા જીવનમાં લાખો ક્ષણો જુદા-જુદા સમયે જુદા-જુદા રૂપ ધરીને આવે છે. તે ક્ષણોના સરવાળા-બાદબાકી રૂપે આપણું જીવન ઘડાય છે.

અંગ્રેજીમાં કહેવાયું છે કે, ‘્‌ૈદ્બી ૈજ ર્દ્બિી ંરટ્ઠહ ર્દ્બહીઅ.’ અર્થાત્‌ સમય એ પૈસા કરતાં પણ વધારે મૂલ્યવાન છે. એમાં પણ જે પળો વીતી ગઈ છે તે આપણા હાથમાં નથી. તે ક્ષણો કપાઈ ગયેલા વાળ જેવી છે – એક વખત તે બહુ જ સોહામણી હતી પરંતુ અત્યારે તેનું મહત્ત્વ નથી, અને ભવિષ્યમાં આવનાર ક્ષણ કરતાં પણ વર્તમાન ક્ષણ અતિ મહત્ત્વની છે, કારણ કે બીજી ક્ષણ આવતાં પહેલાંની ક્ષણ આપણા હાથમાં નહી હોય.

તેમજ ભૂતકાળને ભૂલોને ભૂલીને વર્તમાનમાં સારી રીતે સમયનો ઉપયોગ કરવો બુદ્ધિશાળીનું લક્ષણ છે. જે ક્ષણ આપણી સામે છે તેના આપણે માલિક છીએ.

આ જાણતા હોવા છતાં આપણે કેટલી બધી મિનિટો વેડફી દઈએ છીએ. એજ આપણી મોટી ગાફલાઈ છે. જીવનઘડતરમાં એક-એક ક્ષણ, એક-એક મિનિટ અને એક-એક કલાક ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમ છતાં આપણે આપણી અમૂલ્ય ક્ષણોને નકામી સીરીયલ કે ફિલ્મો જોવામાં વેડફીએ છીએ. આપણી હજારો મિનિટોને ખોટી ગપ્પા-ગોષ્ઠીમાં કે નકામી પાર્ટીઓમાં ઊડાડી દઈએ છીએ. આવી તો કેટલાય કલાકો વહેતા પાણીની જેમ ક્યાંય ચાલી જતા હશે. છતાં આપણને સમયની કોઈ ચિંતા નથી એ સૌથી મોટી ચિંતા છે. અર્થાત્‌ અકસ્માતમાંથી બચેલી વ્યક્તિને એક સેકન્ડની કિંમત પૂછો. ટ્રેન કે બસ ચૂકી ગયેલી વ્યક્તિને એક મિનિટની કિંમત પૂછો. પોતાની અતિ વહાલી વ્યક્તિને મળવા માટે રાહ જોતી વ્યક્તિને એક કલાકની કિંમત પૂછો. રોજે રોજ કમાઈને પેટનો ખાડો પૂરનારને એક દિવસની કિંમત પૂછો. જે વિદ્યાર્થી નપાસ થયો હોય તેને એક વર્ષની કિંમત પૂછો. તો તમને એક-એક ક્ષણનું મૂલ્ય સમજાશે.

જો આળસને ખંખેરીને ભૂત-ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન ક્ષણનો સારો ઉપયોગ કરીશું તો ભવિષ્ય આપોઆપ ઊજળું થઈ જશે. કારણ કે જેટલી પણ અસફળતાનો શિકાર આપણે બન્યા છીએ તેના મૂળમાં આળસ અને વર્તમાન ક્ષણનો દુર્વ્યય જ દેખાઈ છે. એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને ગઢડા પ્રથમ પ્રકરણના ૨૦માં વચનામૃતમાં કહે છે, ‘જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે.’

તા. ૬ ડિસેમ્બર ૨૦૦૭ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજ બોચાસણમાં વિરાજમાન હતા. બિમારીને કારણે બપોરે દરરોજ નાસ લેતા. દરરોજના ટાઈમ પ્રમાણે આજે પણ નાસ લેવાનું ચાલુ કર્યું ને ધર્મચરણ સ્વામીને કહ્યું, ‘તમારી જમણી બાજુ જે પત્રો પડ્યા છે તે લાવો. તેનો જવાબ લખી લઈએ.’ આ વાક્ય સાંભળી ધર્મચરણ સ્વામી કહે, ‘ઉતાવળ નથી, નાસ લઈ લો.’ પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘બેય કામ સાથે થશે. નાસ લેવાશે અન લખવાનું પણ થશે.’ અને અંતે નાસ લેતા-લેતા પત્રલેખન કર્યું. આ રીતે સમયનો ઉપયોગ કરીને પ્રમુખસ્વામી મહારાજે  પોતાના જીવનકાળ દરમિયાન ૭ લાખથી વધુ પત્ર લખીને લોકોના પ્રશ્નોનું સમાધાન કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે, ‘૧ સેકન્ડ પછી કરીશ તેવો વિચાર પણ આળસ જ છે.’

હવે નિર્ણય આપણે કરવાનો છે. આપણે કંઈ નિર્જીવ લાકડા જેવા નથી. પરંતુ તે લાકડામાંથી હોડી બનાવવાની કલાને જાણનારા છીએ. તે જ રીતે સમયની પળો ઉપર સવાર થઈને સફર કરતા પણ આપણને આવડે છે. તો ચાલો વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે આપણે પણ નિર્ણય કરીએ કે ભૂત-ભવિષ્યની ચિંતા છોડી વર્તમાન સમયનો પૂર્ણ ઉપયોગ કરીને જીવનને સફળ બનાવીએ.(ક્રમશઃ)

Previous articleહવામાનમાં પલ્ટો : રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે