આઈપીએલમાં ૧૫૦ વિકેટ ઝડપી હરભજન બન્યો ૩જો ભારતીય બોલર

642

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિન બોલર હરભજન સિંહે શુક્રવારે રાતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આઈપીએલ કરિયરની ૧૫૦મી વિકેટ ઝડપીને એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. હરભજન સિંહ આઈપીએલમાં ૧૫૦ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે ૧૫૯મી આઈપીએલ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હરભજન સિંહ પહેલા ૧૫૦ કે તેથી વધુ વિકેટ લેનારામાં ભારતીય બોલરમાં અમિત મિશ્રા (૧૫૬)  અને પિયૂષ ચાવલા (૧૫૦)ના નામ સામેલ છે. આઈપીએલમાં ૧૬૯ વિકેટ ઝડપીને શ્રીલંકાનો લસિથ મલિંગા ટોચ પર છે. દિલ્હી સામે હરભજન સિંહે પહેલા શિખર ધવનને ૧૪૯મો શિકાર બનાવ્યો હતો. જે બાદ તેણે રૂથરફોર્ડને આઉટ કરી ૧૫૦મી વિકેટ પુરી કરી હતી. મેચમાં હરભજને ૪ ઓવરમાં ૩૧ રન આપી ૨ વિકેટ ઝડપી હતી.

Previous articleબોલરોનાં શાનદાર પ્રદર્શનને લીધે ફાઈનલમાં પહોંચ્યા : ધોની
Next articleઆઈપીએલ-૨૦૧૯ ફાઇનલઃ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે આજે કાંટાની ટક્કર