ખાણ સુરક્ષા, સ્વચ્છતા અને સીલીકોસીસ જાગૃતિ વીકનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

1381
guj2312018-2.jpg

દર વર્ષે ડાઈરેકટર જનરલ ઓફ માઈન્સ સેફટી દ્વારા ગુજરાતની વિવિધ ખામના શ્રમિકોમાં સુરક્ષા બાબતે જાગૃતિ ફેલાવવાના હેતુથી સેફટી વીકની ઉજવણી કરવામાં આવે છે. જેમા ખાણ શ્રમિકો તથા અલગ અલગ ખાણો વચ્ચે સ્પર્ધાઓ યોજાવમાં આવે છે જેમા આ વખતે ડી.જી.એમ. એસ. અમદાવાદના કાર્યક્ષેત્રમાં આવતી નાની મોટી ૮૧ ખાણોએ ભાગ લીધો હતો.
આ વર્ષે ૮મા ખાણ સુરક્ષા, સ્વચ્છતા અને સીલીકોસીસ જાગૃતિ વીક-૨૦૧૭ ના ફાઈનલ ડે ફંકશન અને એવોર્ડ વિતરણ સમારંભની મેજબાની કરવાનો અવસર સરકાર દ્વારા નર્મદા સિમેન્ટ જાફરાબાદ અલટ્રાટેક સીમેન્ટ લી.ને આપવામાં આવેલ હતો જે અંતર્ગત નર્મદા સિમેન્ટ દ્વારા ભવ્ય સમારંભનું આયોજન હાઉસીંગ કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલું જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપમહાનિર્દેશક ડી.જી. એમ.એસ. ભારત સરકાર, નારાયણ રજક હાજર રહેલ તથા નિર્દેશક રફીક સૈયદ ઉપનિર્દેશક ડી.એસ.સાલવી ડી.જી.એમ.એસ. અમદાવાદ ક્ષેત્ર પણ ઉપસ્થિત રહેલ આ ઉપરાંત આવતા વર્ષે જેમણે આ સમારંભની મેજબાની સ્વીકારી છે. તેવા નિરમા લીમીટેડ સૌરાષ્ટ્ર કેમિકલ્સ, પોરબંદરના સંસ્થા પ્રમુખ જી.જે. આદ્રોજા ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી એમ.વી.રમના રાવ વિજય એકરે બાબુ રયાલી, અને સેક્રેટરી ભરત ગોખરૂ તેમજ તમામ વિભાગોના વડા અધિકારીઓ હાજર આપેલ હતી. આ ઉપરાંત વિવિધ ખાણો અને કંપનીઓના માલિકો, મેનેજરો, વર્કરો, શ્રમિકો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ, મહિલાઓ અને બાળકોએ આ સમારંભમાં હાજરી આપી સમારંભને અપાવી દીધેલો.આ ભવ્ય સમારંભમાં સરકારમાંથી આવેલા આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. અને ઈનામ વિતરણમાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો વિજેતા ખાણો અને તેમના કામદારો એ મેળવેલ ઈનામ અને એવાર્ડ માટે તેમનું સ્વાગત કરવામાં આવેલ. 

Previous articleસ્વામિ નિર્દોષાનંદ હોસ્પિટલ માટે સુરત ખાતે રકતદાન કેમ્પ યોજાયો
Next articleગેલેક્સી સર્ફેક્ટન્ટ્‌સ લિમિટેડનો આઇપીઓ ૨૯ જાન્યુ.એ ખુલશે