ફ્રેન્ચ ઓપનને લઇને ટેનિસ ચાહકો પહેલાથી રોમાંચિત

578

જેની કરોડો ટેનિસ પ્રેમીઓ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ  આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ વખતે પણ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રાફેલ નડાલ ફેવરિટ તરીકે દેખાઈ રહ્યો છે જ્યારે મહિલા વર્ગમાં ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તમામની નજર રાફેલ નડાલ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૧ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. નોવાક જોકોવિક પણ આ વખતે ફોર્મ મેળવી રહ્યો છે. મહિલા વર્ગમાં સીમોના હેલેપ  સતત બીજી વખત મોટી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. મુગુરુઝા, પ્લીસકોવા, કેરોલીન ગરસિયા, સ્વીટોલિના વચ્ચે સીધી સ્પર્ધા થશે પરંતુ સિમોના ઉપર તમામની નજર કેન્દ્રિત છે. નડાલને પણ યુવા ખેલાડીઓ પડકાર ફેંકવા તૈયાર છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં હેલેપ વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૪૨૬૬૧૦૦૦ રાખવામાં આવી છે. જે વર્ષ ૨૦૧૮ની ઇનામી રકમ કરતા આઠ ટકા વધારે ઇનામી રકમ છે.   આવતીકાલથી શરૂ થઇ રહેલી આ ચેમ્પિયનશીપ નવમી જૂન સુધી ચાલશે. ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરનાર છે અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી.ગયા વર્ષે તે વિજેતા રહી હતી. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર ઝ્‌વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે . ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે.  મહિલા વર્ગમાં ૨૭ વર્ષીય સિમોના ઉપર ચાહકોની નજર રહેશે. તે રેંકિંગમાં ટોપ સ્થાન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરી રહી છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન છે. વર્ષ ૨૦૧૯ની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા છે. મેઇન સિગલ્સના ડ્રોમાં હજુ પુરૂષો માટે ૧૬ ક્વાલિફાયર્સ અને મહિલા વર્ગમાં ૧૨ ક્વાલિફાયર્સ રાખવામાં આવ્યા છે. નડાલ ક્લે કોર્ટ કિંગ તરીકે છે. જેથી સૌથી વધારે આશા તેની પાસેથી જ રાખવામાં આવી રહી છે. જો કે આ વખતે ડ્રો રોમાંચક છે. રોજર ફેડરરને ડ્રોેમાં આખરે ક્રમ પર રાખવામાં આવ્યો છે. જેના કારણે નડાલ અને ફેડરર વચ્ચે સેમીફાઇનલ મેચ રમાય તેવી શક્યતા છે. નડાલ શરૂઆતના બે રાઉન્ડમાં ક્વાલિફાયર ખેલાડી સામે રમનાર છે. ત્રીજા રાઉન્ડમાં તેની સામે ડેવિડ ગોફિન છે.

Previous articleઅભિષેકને ટકી રહેવા માટે સારી હિટ ફિલ્મની જરૂર છે
Next articleફ્રેન્ચ ઓપન ટેનિસ : ૧૨૩મી એડિશનને લઈને રોમાંચકતા