માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે

622

સમગ્ર વિશ્વનો ફેવરિટ બેટ્‌સમેન ક્રિકેટ જગતમાં લિજેન્ડ્રી નામ ગણાય છે અને આ રમતનો ભગવાન ગણાય છે. હાલમાં ઇગ્લેન્ડમાં શરૂ થયેલા વર્લ્ડકપમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે. ગુરુવારે શરૂ થનારી મેચમાં તે કોમેન્ટ્રી આપી. ગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંદુલકર કોમેન્ટ્રી આપી. સચિન તેંડુલકર ફિલિપ્સ હ્યુ સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટસ્‌ નેટવર્ક પર તેને સાંભળી શકાશે. સચિનની સાથે એવા કોમેન્ટેટર હશે જેમની સાથે તેંડુલકર ભૂતકાળમાં રમી ચૂક્યો છે. સો, હાઇલા! તમે સચિનની કોમેન્ટ્રી સાંભળવા માટે તૈયાર છો ? અત્રે ઉલ્લેખનીય છે કે,સચિન તેંડુલકર વર્લ્ડકપમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. સચિન છ વર્લ્ડકપ રમ્યો છે અને તેણે ૨,૨૭૮ રન બનાવ્યા છે. તેણે ૨૦૦૩નાં વર્લ્ડકપમાં સૌથી વધારે એટલે કે ૬૭૩ રન બનાવ્યા છે તે પણ એક રેકોર્ડ છે. આ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે ૫ જૂનનાં રોજ છે.

Previous articleઅમારા ગ્રામીણ પરંપરામાં હોલિવૂડનો સ્વાદ!
Next articleકુલદીપ પાછો ફૉર્મમાં આવી ગયો, ભારતને ઘણો ફાયદો થશેઃ ચહલ