વર્લ્ડકપ-૧૫ બાદ બેટિંગમાં ઇંગ્લેન્ડ અન્યોથી આગળ છે

573

વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ અન્ય ટીમો કરતા ખુબ ધરખમ રહ્યો છે. આંકડા પરથી આ અંગેની માહિતી મળી શકે છે. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ સૌથી વધારે ૩૦૦થી વધુ રનના જુમલા ઇંગ્લેન્ડ દ્વારા જ ખડકવામાં આવ્યા છે.

બીજી બાજુ વર્લ્ડકપ ૨૦૧૫ બાદ બેટિંગના મામલામાં પણ ઇંગ્લેન્ડની ટીમ અન્ય ટીમો કરતા આગળ રહી છે. આંકડા સાબિત કરે છે કે, આ વખતે પણ ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે અન્ય ટીમો કરતા વધારે ખતરનાક સાબિત થશે. ઇંગ્લેન્ડની ટીમમાં આ વખતે જોઇ રુટ, મોર્ગન, જેસન રોય, બેન સ્ટોક જેવા પ્લેયરો રહ્યા છે જે આક્રમક હોવાની સાથે સાથે ઉપયોગી બેટિંગ કરવામાં સક્ષમ છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં ઇંગ્લેન્ડે ઉલ્લેખનીય દેખાવ કર્યો છે. આ વખતે પણ વર્લ્ડકપમાં તેની પાસેથી અન્ય ટીમો કરતા સારા દેખાવની અપેક્ષા છે. વિરાટ કોહલી ઉપરાંત વિલિયમસન પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Previous articleરિતિક રોશનની સાથે કામ કરવાનુ વાણીનુ સપનુ પૂર્ણ
Next articleવર્લ્ડ કપમાં દ. આફ્રિકા અને બાંગ્લા વચ્ચે જંગ થશે