કોહલી અપરિપક્વ ખેલાડી,મેદાન પર થતી કોમેન્ટ સહન કરી શકતો નથીઃ રબાડા

552

ટીમ ઈન્ડિયાનો વર્લ્ડકપમાં પહેલો મુકાબલો બુધવારે સાઉથ આફ્રિકા સામે છે ત્યારે જ સાઉથ આફ્રિકાની ટીમે ભારત પર દબાણ લાવવા માટે શાબ્દિક યુધ્ધ શરુ કરી દીધુ છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડાએ કોહલીને ટાર્ગેટ કરીને કહ્યુ છે કે, વિરાટ કોહલી એક અપરિપક્વ ખેલાડી છે  અને મેદાનમાં તેના પર થતી કોમેન્ટને સહન કરી શકતો નથી.

ક્રિકેટ ચાહકોને યાદ હશે કે આઈપીએલની મેચ દરમિયાન રબાડા અને કોહલી વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ હતી.એ ઘટનાને યાદ કરીને રબાડાએ કહ્યુ હતુ કે, મારા બોલ પર કોહલીએ ચોક્કો ફટકાર્યો હતો અને કોમેન્ટ કરી હતી પણ જો તમે કોહલીને સામે કોઈ જવાબ આપો તો તે ગુસ્સે થઈ જાય છે.મને આ પ્રકારનુ વર્તન સમજમાં નથી આવતુ, શક્ય છે કે તેનાથી કોહલીને ફાયદો થતો હશે પણ મારી દ્રષ્ટિએ આ પ્રકારનુ વર્તન અપરિપક્વ છે.તે બહેતરીન પ્લેયર છે પણ મેદાનમાં થતી કોમેન્ટસને સહન કરી શકતો નથી.

રબાડાએ ક્હ્યુ હતુ કે, કોહલી હંમેશા મેદાન પર ગુસ્સામાં દેખાય છે.મેં તે દિવસે( આઈપીએલની મેચ)હોટલ પાછા ફરતી વખત બસમાં કહ્યુ હતુ કે, આ વ્યક્તિ હંમેશા મેદાન પર ગુસ્સામાં દેખાય છે તો ખરેખર તે આટલો ગુસ્સામાં રહેતો હશે , પછી મેં વિચાર્યુ કે જો તે ગુસ્સામાં હોય તો પણ મારુ શું બગાડી લેશે.

Previous articleશેલાડામાં દિલજીત દોઝંજ રોમાન્સિંગ સોનમ બજાવા
Next articleપ્રથમ મેચ પહેલાં જ ભારતને મોટો ઝટકોઃ કોહલી ઇજાગ્રસ્ત