ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

681

સ્કુલોએ તા.૧૫મી પહેલા ફાયર એનઓસી મેળવી લેવા કમિશ્નરે કરેલી અપિલ

ફાયર એનઓસી લેવા શાળા સ્કૂલોને તમામને અત્યાર સુધીમાં ૬૦ ઉપરાંતને મહાપાલિકા તંત્ર નોટીસો આપવામાં આવી છે. તા.૧૫મી જૂન પહેલા સ્કૂલો એ સુખરૂપ ફાયર એનઓસી મેળવી એનઓસી મેળવી લેવા કમિશ્નર ગાંધીએ સ્કુલ સંચાલકોને અપિલ કરી છે તેમાં બેદરકાર રહેનાર સ્કુલો સામે પગલાંની ચિમકી પણ દેખાય છે.

ટૂંક સમયમાં હવે તમામ ઢોરોનું તંત્ર દ્વારા ટેકીંગ કરશે

ભાવનગર શહેરમાં રખડતા ભટકતા ઢોરો ગાયોનો ત્રાસ દુર કરવા મહાપાલિકા તંત્ર દ્વારા હવે ટૂંકમાં જ તમામ ઢોરોનું ટેકીંગ કરી દેવામાં આવશે. શહેરમાં જૂના સર્વે મુજબ ૧૧ હજાર ઢોરોની વાત છે. ઢોરોને ટેકીંગ કાનમાં કડી પહેરાવવામાં આવશે. ઢોર માલિકનું નામ સરનામું તમામ વિગત સેવા સદન ખાસ નોંધ કરશે. આ કાર્યવાહીથી અમદાવાદની જેમ શહેરમાં એકપણ ઢોર જોવા મળશે નહીં. આમ કોર્પોરેશન કડક કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા ચાલુ કરશે. કમિ. ગાંધી વિગેરે તંત્ર અધિકારીગણ આ મુદ્દે સઘન ઝુંબેશ શરૂ કરશે.

શહેરના કુતરાઓને પકડીને તેની ખસીકરણની કાર્યવાહી કરાશે

શહેરમાંથી રખડતા ભટકતા કુતરાઓને પકડીને તેનું ખસીકરણ કરાશે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા કુતરા પકડવા તેના માટે ખાસ શેડ, ગાડી દવાખાના જેવી વ્યવસ્થા ઉભી કરવા તંત્ર ઝડપી કાર્યવાહી કરશે તેમ સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.

ચમત્કાર ત્યાં નમસ્કાર બે નગરસેવિકાના કામો ચાલુ થયા – સેવકોમાં ચર્ચાનો દોર

પશ્ચિમ વિભાગ ઇન્દીરાનગરમાં પ્રિ.મોનસુન કામગીરીમાં નાખુ સાફ ન કરાયાની અને તંત્ર દ્વારા ઉડાઉ જવાબ દિધા પછી નગર સેવિકા કિર્તિબેન દાણીધારીયાએ સ્ટેન્ડીંગ કમિટીમાં વેદના સાથે રજુઆત કરતા બીજા દિવસે નામાનું કામ ઝડપભેર થયું. ચમત્કાર ત્યાં નમસ્કાર સેવકો બોલે તો તંત્રમાં પડધો પડે છે. તો બીજી બાજુ કોંગીના પારૂલ ત્રિવેદીએ રોડનું કામ શરૂ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવા તંત્રને ચીમકી આપતા ત્રિવેદીએ કહ્યું કે મારા રોડનું કામ ચાલુ થઇ ગયું છે. હવે ધીમે ધીમે સેવકો બોલતા થતા તંત્ર પર તેના પડઘા પડ્યા છે.

રોડ રસ્તાના કામો પૂરઝડપે ચાલુ છે : વરસાદ પહેલા ઘણાં કામો થશે

શહેરના ખરાબ વિસ્તાર રોડ રસ્તાના કામો શરૂ થઇ રહ્યા છે. કામો ચાલે છે. લોકોને આનાથી રાહત ઉભી થશે. તંત્રે એવી વાત કરી કે જો વરસાદ પડવાની પ્રક્રિયા શરૂ થશે તો કામો બંધ પણ કરવા પડે.

ભાવનગર શહેરમાં પીવાના પાણીની સ્થિતિ સંતોષકારક છે : કમિ.ગાંધી

ભાવનગર શહેરમાં અન્ય શહેરો કરતા પીવાના પાણીની સ્થિતિ સારી છે. ગયા વર્ષે ૩૨ એમએલડી પાણી પૂરવઠો દેવાતો આ વખતે ૫૦ એમએલડી પાણી પૂરવઠો વધતા લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી દેવાય રહે તે માટે તંત્ર જાગૃત છે તેવી વાત કમિશ્નર ગાંધીએ કરી હતી. પાણીની કેટલીક લોક ફરિયાદો સામે તંત્ર દ્વારા ઝડપભેર કાર્યવાહી કરાય રહ્યાની બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ઘણાં નગરસેવકો તો બોર્ડ બેઠક મળે ત્યારે જ જોવા મળે છે

ભાવનગર શહેરના ૧૩ વોર્ડના ચૂંટાયેલા પર નગર સેવકો પૈકીના મોટાભાગના સેવકો સેવા સદને આવવાની તસ્દી લેતા નથી. ઘણાં સેવકો તો બોર્ડ મળે ત્યારે જ દેખા દેતા હોય છે. આ સ્થિતિએ સેવકોને સેવાસદને આવવા પાર્ટી દ્વારા કેવાય છતાં હોતા હૈ ચલતા હૈની વાત જેવી બાબત બની રહી છે. જ્યાં સુધી સેવકોમાં લોક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અનિયમિતતાઓ રહેવાની કોણ કોને ઠપકો આપે જેવી વાત બને છે.

Previous articleરાજુલા ન.પા.પ્રમુખ તરીકે કાંતાબેન ઉપપ્રમુખ પદે કનુભાઇ ધાંખડા ચૂંટાયા
Next articleસુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાના કામમાં ભ્રષ્ટાચાર