રાજુલા તા.પં.નો જર્જરીત ઢાંચો પડુ પડુ : નવું બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરાઇ

524

રાજુલા તાલુકા પંચાયતનો જર્જરીત ઢાંચો ગમે ત્યારે પડુ પડુ તાત્કાલીક ઢાંચાને તોડી નવું બિલ્ડીંગ બનાવવા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇએ હિરાભાઇ સોલંકીને કરી રજૂઆત હિરાભાઇ દ્વારા ગાંધીનગરથી રજૂઆત કરાઇ હતી. રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ માસુમબેન બારૈયા તેમજ સરપંચોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાવેરા ગામ સહિત અમુક ગામોમાં હવે નવી ગ્રામપંચાયત બનાવવાની બાકી છે ત્યારે આ બાબતની દરખાસ્ત પણ થઇ છે ત્યારે તાકિદે આ દરખાસ્તોને ધ્યાને લઇ નવી ગ્રામપંચાયતો બનાવવા પ્રભારી મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઇ લાડુમોરે તાલુકાની જનતાવતી હિરાભાઇ સોલંકીને રજુઆત કરી ત્યારે હિરાભાઇ સોલંકીએ આ ગંભીર બાબતે ગાંધીનગર ખાતે તાત્કાલિક કાર્યવાહિ કરવા રજુઆત કરેલ.

રાજુલાના ૭૨ ગામો અને જાફરાબાદના ૪૦ ગામોનું મુખ્ય મથક તાલુકા પંચાયત કચેરીઓ જર્જરીત હાલતમાં છે. ચોમાસામાં પાણી પડે છે તો બીજી અનેક અસુવિધાઓ છે રેકર્ડ સાચવવું પણ અઘરૂં બન્યું છે. બંને તાલુકા પંચાયતો બનાવવા સરકારમાં રજુઆત કરાઇ છે.

Previous articleદામનગરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
Next articleઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી